હૃદયરોગનો હુમલો: શાપરનો યુવાન ધબકારા ચૂકી ગયો
પીઠડઆઇ સોસાયટીના આધેડનું બેભાન હાલતમાં મોત
શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવકનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળ જીઆઈડીસી રોડ પર અક્ષર પોલીપેટ નામના કારખાનામાં કામ કરતો અને કર્મચારીઓની રૂૂમમાં રહેતો મુળ યુપીનો રાજેશભાઇ રામનારાયણ ચમાર (ઉ.વ.33) રાતે ત્રણેક વાગ્યે રૂૂમ પર હતો ત્યારે એકાએક છાતીમાં ગભરામણ થયા બાદ બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. રાજેશભાઈ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતો. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. રાજેશભાઈ ઘણા વર્ષથી શાપર રહી કારખાનામાં ક્રામ કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
બીજા બનાવમાં મહિકા ગામ પાસે આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા ચકુભાઈ ગગજીભાઈ નામના 55 વર્ષના આધેડ ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
----