હાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટમાં રેલ્વેની એકઝામની તૈયારી કરતા યુવક, પ્રૌઢા, બે આધેડ અને અમરેલીમાં પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકો કાળનાં ખપ્પરમા હોમાઇ રહયા છે. ત્યારે હૃદય રોગનાં હુમલાએ વધુ 6 જીંદગી હણી લીધી હોવાની ઘટના સામે આવી છે જેમા મુળ માળીયા હાટીનાં પંથકનો અને રાજકોટ રહી રેલવેની પરીક્ષાની તૈયારી કરતો યુવક ક્રિકેટ રમવા જતા , અમરેલીમા એસટી ડ્રાઇવર , રાજકોટમા કેન્સર હોસ્પીટલનાં કલાર્ક, પ્રૌઢા અને ત્રણ આધેડનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીનાનાં અકાળા ગીર ગામનો વતની અને છેલ્લા છ મહીનાથી રાજકોટમા મીત્રો સાથે રૂમ રાખીને રેલવેની પરીક્ષાની તૈયારી કરતો સાત્વીક રામસિંગ સોલંકી નામનો રર વર્ષનો યુવાન સાંજનાં છએક વાગ્યાનાં અરસામા યુનિવર્સીટી રોડ પર સમરસ હોસ્ટેલ સામે ક્રિકેટ ગ્રાઉન્ડમા મીત્રો સાથે ક્રિકેટ રમતો હતો . અને બોલીંગ પુરી કરી સાઇડમા ઉભો હતો. ત્યારે અચાનક છાતીમા દુખાવો ઉપડતા બેભાન હાલતમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે . પ્રાથીમક પુછપરછમા મૃતક યુવાન તેનાં માતા પિતા આધાર સ્થંભ અને આશાસ્પદ એકનો એક કંધોતર પુત્ર હતો.
બીજા બનાવમા રાજકોટમા માધાપર ચોકડી પાસે આવેલ સુંદરમ સિટીમા રહેતા અને કેન્સર હોસ્પીટલમા કલાર્ક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ રમેશભાઇ ધુલીયા નામનાં પ7 વર્ષનાં આધેડ પોતાનાં ઘરે હતા . ત્યારે મધરાત્રે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પુર્વે આધેડનુ પ્રાણ પંખીડુ ઉડી જતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો મૃતક જયેશભાઇ ધુલીયા બે ભાઇમા નાના હતા અને તેમને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
ત્રીજા બનાવમા રાજકોટમા નવલ નગર વિસ્તારમા રહેતા રમજુબેન મધુભાઇ વાળા નામનાં પ0 વર્ષનાં પ્રૌઢા સંધ્યા ટાણે પોતાનાં ઘરે હતા . ત્યારે છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા જયા તેણીને સારવાર મળે તે પુર્વે તબીબે જોઇ તપાસી પ્રૌઢાનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક પ્રૌઢાને સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
ચોથા બનાવમા રાજકોટમા સોમનાથ સોસાયટીમા રહેતા અનીલભાઇ ભાણજીભાઇ રંગપરા નામનાં પર વર્ષનાં આધેડ પોતાનાં ઘરે હતા . ત્યારે રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા આધેડની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પાચમા બનાવમા અમરેલીમા આવેલ સત્ય નારાયણ સોસાયટીમા રહેતા અને એસટી બસમા ડ્રાયવર તરીકે ફરજ બજાવતા રવુભાઇ પુંજાભાઇ ખાચર નામનાં 49 વર્ષનાં આધેડ પાંચ દિવસ પુર્વે પોતાનાં ઘરે હતા .
ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા તેમની તબીયત નાજુક જણાવતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા એસટી ડ્રાઇવરને સારવાર કારગત નીવડે તે પુર્વે હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
છઠ્ઠા બનાવમાં રણુજાનગર વિસતારમાં આવેલ ખોડીયાર ટેકરી પાસે રહેતા રતીભાઈ ગગજીભાઈ જાખેલિયાઉવ.54 સવારે સાડા અગીયારેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડયા હતાં જ્યાં તેમનું મોત નીપ્જયું હતું. પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક આધેડ ચાર ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં. અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.