હાર્ટએટેક: બજરંગવાડીના પ્રૌઢ અને ભગવતીપરાના વૃધ્ધનું મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકો ધબકારા ચુકી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમા બજરંગવાડીમા પ્રૌઢ અને ભગવતીપરાનાં વૃધ્ધનુ મોત નીપજયુ છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ બજરંગવાડીમા રહેતા વિનોદભાઇ નરોતમભાઇ લખતરીયા (ઉ. વ. 43 ) પોતાનાં ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી પ્રૌઢનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. મૃતક પ્રૌઢ બે ભાઇ બે બહેનમા નાના હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમા ભગવતીપરામા રહેતા ભનુભાઇ નારણભાઇ મીયાત્રા (ઉ. વ. 61 ) ને હૃદય રોગનો હુમલો આવતા છાતીમા દુખાવો ઉપડયો હતો. વૃધ્ધને બેભાન હાલતમા સિવીલ હોસ્પીટલ ખાતે લઇ જવામા આવ્યા હતા. જયા સારવાર મળે તે પુર્વે જ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
અન્ય બનાવમા કાઠીયાવાડ બાલાશ્રમમા બે માસનાં બાળકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. ઘટનાને પગલે ભકિત નગર પોલીસ મથકનો સ્ટાફ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.