ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરોગ્ય અધિકારી ઘરભેગા: કમિટીનો નિર્ણય

04:17 PM May 30, 2025 IST | Bhumika
Advertisement

સ્ટે. કમિટીની બેઠકમાં સભ્યો અને તમામ કોર્પોરેટરની માંગણી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત તૈયાર કરવા સૂચના

Advertisement

મહાનગર પાલિકામાં શાસક પક્ષની સુચનાઓ અને તેઓની જોહુકમીનું પાલન ન કરનાર ગમે તેવા અધિકારીઓનું આવી બને છે. તે ફરી એક વખત સાબિત થયું છે. આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. જયેશ વકામી પાસેથી નામાકીય સહિતની સત્તા અચાનક આંચકી લેવાતા ચકચાર મચી ગઈ છે. આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, અસહકાર તેમજ નકારાત્મક પદ્દતિથી કામ કરવું અને ગરબડ સહિતના મુદ્દે 66 કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને ફરિયાદ થતાં અંતે સ્ટેન્ડીંગ ચેરમેને મ્યુનિસિપલલ કમિશનરને પત્ર લખી ડો. જયેશ વકાણીની સત્તામાં મોટો કાપ મુકી આરોગ્ય અધિકારીનો ઘડો લાડવો ઘડી કરી નાખ્યા બાદ આજે આરોગ્ય અધિકારીને બરતરફ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પરિપત્ર તૈયાર કરવાની સુચના આપી છે. જેના આધારે સિલેક્શન કમિટિ દ્વારા આગામી દિવસોમાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીની કાર્યપદ્ધતિ આમતો સરળ છે. પરંતુ દરેક વિભાગની જેમ આરોગ્ય વિબાગની કામગીરીમાં પણ નેતાઓ દ્વારા પણ ભલામણ થતી હોય છે. જેની સામે આરોગ્ય અધિકારી અમુક બાબતમાં તટસ્થ રહેતા હોય અનેક કોર્પોરેટરો તેમજ નેતાઓનો ઈગો હટ થયો હોય તેવુ બન્યું હોઈ શકે છે. પરંતુ અમુક વખતે આરોગ્ય અધિકારી જયેશ વકાણીને સ્ટાફના અમુક ખાસ માણસો દ્વારા પણ અડફેટે લેવાનો પ્રયાસ થયેલ અને તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવેલ પરંતુ આરોગ્ય વિભાગની સંપૂર્ણ કમાન સંભાળી વ્યવસ્તિત કામગીરી કરતા જયેશ વકાણી વિરુદ્ધ આગળ કોઈ કાર્યવાહી થઈ ન હતીં.

છતાં થોડા સમય દરમિયાન આરોગ્ય અધિકારી હવે વધુ સમય નહીં ખેંચે તેવી ચચાએ જોર પકડડ્યલું હતું. ત્યારે જ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આરોગ્ય અધિકારી પાસેથી નાણાકીય સહિતની સત્તા પરત લેવામાં આવે તેવી દરખાસ્ત મંજુર કરાવ્યા બાદ હવે આરોગ્ય અધિકારીને ઘરભેગા કરવા માટે કરી અધિકારીને સુચના અપાતા કાર્યદક્ષ અધિકારીઓમાં નારાજગી જોવા મળી છે.
મનપાના આરોગ્ય અધિકારીની નિમણુંક સિલેક્શન કમિટિ દ્વારા કરવામાં આવી છે. તેથી કમિટિ જ આરોગ્ય અધિકારીને બરતરફ કરી શકે છે. આજે 66થી વધુ કોર્પોરેટરોએ આરોગ્ય અધિકારીને ઘરભેગા કરવા માટે સુચન કર્યુ હતું. જેના આધારે સ્ટેન્ડીંગ ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. કમિટિમાં હાલ મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન અને શાસકપક્ષના નેતા સભ્ય છે જેઓ બરતરફનો નિર્ણય ટુંક સમયમાં લેશે.

Tags :
gujaratgujarat newsHealth officerrajkot news
Advertisement
Next Article
Advertisement