આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે, ઉચ્ચસ્તરીય બેઠક
સારવાર, દવાઓ અને સુવિધા સહિતની બાબતોની અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો સાથે કરી સમીક્ષા
ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલ ખાતે હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં હિસાબ-કિતાબ, દવા, નવા સાધન ખરીદી, ખાલી જગ્યા અને મેન્ટેનન્સ બાબતે બેઠક યોજી વિવિધ બાબતોની સમિક્ષા કરી હતી.
રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વની બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય દર્શીતા શાહ, રમેશભાઈ ટીલાળા સાંસદ રામભાઈ મોકરીયા, કલેકટર ડો. ઓમ પ્રકાશ, ડીડીઓ તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડા તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડીયા, મેડીકલ કોલેજના ડીન ભારતીબેન મકવાણા સહીતના અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવી, જે વિભાગમાં સ્ટાફની જરૂૂર છે.
ત્યાં સ્ટાફ ભરવો, સિવિલમાં નવા મેડિકલ સાધનો, પીએમ રૂૂમમાં વધુ બેડ ઉપલબ્ધ કરવાં વગેરેની ચર્ચાઓ કરવામાં આવી હતી. રચાયેલી રોગી કલ્યાણ સમિતિ માંથી દર્દીલક્ષી યોજનાઓ ઉપરાંત મેન્ટેનન્સ, સિવિલ વર્ક, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પરચૂરણ ખર્ચ તેમજ દવા, નવા સાધન ખરીદી, ખાલી જગ્યા, પ્રિન્ટીંગ, મેન્ટેનન્સ, સિવિલ વર્ક, હેલ્થ પરમીટની આવક સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
લોન્ડરી, ફાયર સેફટી, દવા સહિતના ભ્રષ્ટાચાર મુદ્દે આરોગ્ય કમિશનરને કોંગ્રેસની રજૂઆત
રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નર હર્ષદ પટેલ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અહીં રાજકોટ કોંગ્રેસ તેમજ હાથસે હાથ જોડો અભિયાનના શહેર પ્રમુખ સહિતના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં ચાલતા લોન્ડરી, ફાયર સેફટી, દવા સહિતના કોન્ટ્રાક્ટમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લેખિતમાં રજુઆત કરી હતી. શહેર કોંગ્રેસના આગેવાનોનું એક ડેલિગેશન આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલને રૂૂબરૂૂ મળવા પહોંચ્યું હતું અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી મનમાની અંગે ઉગ્ર રજુઆત કરી અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાકટરોને જ કોન્ટ્રાકટ આપી જબરી કટકી કરી રહ્યાના આક્ષેપ કર્યા હતા.