BLO ઉપર રહેમ કરો, ‘આપ’ના નેતાએ પોતાના શરીર ઉપર જ કોરડા વિંઝ્યા !
રાજ્યમાં હાલ બીએલઓ (BLO) પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બીએલઓની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે તેમણે જાહેરમાં પોતાના શરીર પર કોરડા (સાંકળ) વીંઝીને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહે જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળથી જાતે જ પ્રહાર કરવાનું શરૂૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અન્ય કાર્યકરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સાથી કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, વિનોદ શાહ બીએલઓની વેદનાને વાચા આપવા પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા હતા. સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ આ ઉગ્ર પ્રદર્શનના માધ્યમથી વિનોદ શાહે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં મૃતક બીએલઓના પરિવારને રૂૂ. 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે અને મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. આ ઉપરાંત જે બીએલઓ હાલ સારવાર હેઠળ છે, તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે. એસઆઇઆર (SIR) ની કામગીરીને વધુ સરળ બનાવવામાં આવે.