For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા

06:14 PM Nov 22, 2025 IST | Bhumika
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી સ્વેટર કઢાવ્યા  ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા

પ્રમુખસ્વામી ઓડિટોરિયમ નેતાઓ-કાર્યકરો-અધિકારીઓથી ભરાઇ ગયું, લાભાર્થીઓ રોડ ઉપર રઝળ્યા

Advertisement

પોલીસ અને આવાસના લાભાર્થીઓ વચ્ચે માથાકૂટ, ભારે અવ્યવસ્થા

રાજકોટમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂા. 545 કરોડનાં વિકાસ કાર્યોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ તેમજ 709 આવાસ યોજનાનો ડ્રો પણ કર્યો હતો. આ પ્રસંગે રૈયા રોડ પરના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ર્કાક્રમમા ભાજપનાં નેતાઓ-કાર્યકરો અને અધિકારીઓથી હોલ ભરાઇ જતા આવાસ યોજનાનાં લાભાર્થીઓ રસ્તા ઉપર જ રહી ગયા હતા અને ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.

Advertisement

મુખ્યમંત્રી આવે તે પહેલા લગભગ બે કલાક વહેલા લોકોને પ્રમુખ વામી ઓડિટોરીયમ ખાતે બોલાવી લેવાયા હતા અને આમંત્રિતો, નેતાઓ, કોર્પોરેટરો, કાર્યકરો તથા અધિકારીઓનાં કારણે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમનો આખો હોલ ભરાઇ ગયો હતો . માત્ર ગણ્યા ગાંઠયા લાભાર્થીઓને જ હોલમા જગ્યા મળી હતી. બીજી તરફ લામતીનાં કારણોસર પોલીસે લોકોને ટોપી અને સ્વેટર બહાર જ કઢાવતા ભારે માથાકુટ જોવા મળી હતી.

ધારણા કરતા ભીડ વધી જતા વ્યવસ્થા જાળવવામાં પોલીસને પરસેવો છુટી ગયો હતો. હોલ આખો ભરાઇ જતા પોલીસે મુખ્ય દરવાજા બંધ કરી દીધા હતા. પરિણામે 500થી વધુ લોકો પ્રમુખસ્વામી ઓડીટોરીયમની બહાર રોડ ઉપર જ ટોળે વળ્યા હતા. લોકોએ હોલમાં પ્રવેશવા મુખ્ય દ્વાર ઉપર ધસારો કરતા પોલીસ અને લોકો વચ્ચે માથાકુટ થતી પણ જોવા મળી હતી. પોલીસે માંડ માંડ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

700 થી વધુ આવાસોનો ડ્રો હોવાથી આવાસ માટે અરજી કરનાર તમામ લોકો ઉમટી પડયા હતા. હોલની કેપેસીટી માંડ 750ની છે તેની સામે આવાસ માટે અરજી કરનાર બે હજારથી વધુ લોકો ઉમટી પડયા હતા. જેના કારણે અવ્યવસ્થા સર્જાઇ હતી અને હોલ બહાર લોકો ટોળે વળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement