ગોંડલનો વિવાદ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા પહોંચ્યો ?
જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા અને સરપંચ તરીકે ચૂંટાયેલા અશ્વિન ભાઈ અંટાળા અને ત્યાં જ રહેતા RTE કાર્યકર હિતેશ સાકરીયા બન્ને વચ્ચે વિવાદ થતા મામલો શોસીયલ મીડિયા માં વાયરલ થયાં વિડિયો ની યોગ્ય તપાસ અને બંને લોકોનો અભિપ્રાય મેળવવા પહોંચ્યો છે.
મોટાં ભાદરા ગામ ના સરપંચ અશ્વિન ભાઈ અંટાળા સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી અને જાણવા મળ્યું કે ગોંડલ જે સામાજિક વિવાદ ચાલી રહ્યો છે એ બાબતના મારા હોટસ્પોટ માં વિડિયો ફોટા નાખવામાં આવ્યા અને એ વીડિયોમાં અલ્પેશ ઢોલરીયા અને જયરાજ સિંહ જાડેજા બાબતે કંઈક હોવાનું મને લાગતા મે અગાઉ પણ કહેલ અને આજે ફરી મારામાં પોસ્ટ કરતા આ હિતેશ સાકરીયા ને મોટા ભાદરા ગામ માં વૈમનસ્ય ફેલાવીને ગામમાં શાન્તિ ડહોળાય નહીં જેવું સમજાવવા માટે હું ગયો હતો ત્યારે મારી સાથે માથાકુટ અને મારામારી સુધી વાત પહોંચી હતી આ હિતેશ સાકરીયા RTE હેઠળ ખોટી ખોટી માહિતી માટે RTE માંગતો હતો તેમની ઉપર રાજકોટ જિલ્લા માં ઘણા ગામો ફરીયાદો પણ થયેલી છે અને મોટા ભાદરા ગામે તમામ લોકો હળીમળીને રહે છે પોસ્ટ વાઈરલ કરી અને ૂવફથિંત ફાા નંબર પર મોકલતો અવારનવાર નાં પડી પણ તોય પોસ્ટ મોકલતો રહેતો હતો.
અને હવે વાત કરી હિતેશ સાકરીયા સાથે તો તેને જણાવેલ કે હું મારાં ગામ માં ક્યાં પ્રકારના કામો થયાં છે તેની RTE હેઠળ માહિતી માંગતો હતો પણ માહિતી ઓ આપતાં નહીં અને મારી ઉપર હુમલો કરવામાં આવેલ પોતાનાં ભ્રષ્ટાચાર છુપાવવા માટે મને ખોટી રીતે મને હેરાન કરી રહ્યો છે.
મોટા ભાદરા ગામ ના સરપંચ અશ્વિન ભાઈ અંટાળા સાચાં કે પછી હિતેશ સાકરીયા સાચાં એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલ આ મુદ્દો જામકંડોરણા પોલીસ મથકે સુધી પહોંચ્યો છે.
--
