બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.
ગોંડલનાં એ-ડિવિઝન તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ની તત્કાલ અસરથી બદલી થતા તર્કવિતર્ક સર્જાયા છે.
વિવાદી યુ ટુબર બન્ની ગજેરા પ્રકરણમાં મદદગારીમાં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા પિયુષ રાદડીયાની ધરપકડ બાદ ગોંડલ તાલુકા ગોંડલ એ ડીવીઝન, બીથડીવીઝન તથા સુલતાનપુર પોલીસ માં ગુન્હા નોંધાયા હોય આ બન્નેએ પોલીસ દ્વારા ટોર્ચર કર્યાનાં સોશિયલ મિડિયા દ્વારા આક્ષેપ કર્યા હતા.આ અંગે અલ્પેશ કથીરિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ફરિયાદ કરી હતી.
દરમિયાન આ પોલીસ સ્ટેશનોનાં પીઆઈ ની જીલ્લા પોલીસ અધિક્ષક હિકમરસિહ દ્વારા તત્કાલ અસરથી જાહેર હિતમાં બદલીની જગ્યાએ હાજર થવા આદેશ કરતા બન્ની ગજેરા પ્રકરણમાં બદલી થયાની ચર્ચાઓ થઈ રહી છે.
ગોંડલ એથડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીઆઈ એ.સી. ડામોરની બદલી વિંછીયા પોલીસ સ્ટેશન માં તથા ગોંડલ બીથડીવીઝન પીઆઈ જે.પી.ગોસાઈ ની ધોરાજી તાલુકા પોલીસ માં કરાઈ છે.જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશન નાં એમ.જે. ચૌધરીને લીવરિઝર્વ રખાયા છે. એ ડિવિઝન માં ધોરાજી થી એલ.આર.ગોહિલ તથા બીથડીવીઝન માં વિંછીયા થી જે.પી.રાવ તથા સુલતાનપુર પોલીસ સ્ટેશન માં જે એમ.ખાચર ની નિમણુંક કરાઈ છે.