For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંદી આવી ગઈ? દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 34.5 કરોડનું ગાબડું

05:46 PM Dec 03, 2024 IST | Bhumika
મંદી આવી ગઈ  દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 34 5 કરોડનું ગાબડું
Advertisement

રાજકોટ જિલ્લામાં ઓગસ્ટમાં 14,484 સામે નવેમ્બર મહિનામાં માત્ર 9645 દસ્તાવેજ નોંધાયા, રૂ.85.53 કરોડ સામે માત્ર રૂ.51 કરોડની આવક

રાજકોટ જિલ્લામાં સતત ચાર મહિનાથી દસ્તાવેજ નોંધણીમાં જબરદસ્ત વધારો નોંધાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં 20.35 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો પરંતુ દિવાળી પહેલા તેજી જોવા મળતા દસ્તાવેજ નોંધણીમાં આશરે 23 ટકા જેટલો વધારો નોંધાયો હતો. હવે જાણે મંદી આવી ગઈ હોય એમ નવેમ્બર મહિનામાં ઓક્ટોમ્બર મહિના કરતા દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 34.5 કરોડનું ગાબડું જોવા મળ્યું છે. રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ વચ્ચે ફક્ત 9645 દસ્તાવેજ નોંધાયા છે.

Advertisement

આ અંગે મળતી વિગત પ્રમાણે જૂન મહિનામાં 14,293 દસ્તાવેજ, ઓગસ્ટ મહિનામાં 14,795 દસ્તાવેજ નોંધાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં કુલ 11,784 દસ્તાવેજ નોંધાયા હતા જેની સામે ઓક્ટોમ્બર મહિનામાં 14,484 દસ્તાવેજ નોંધાયા હતા અને હવે નવેમ્બર મહિનામાં આ આંકડો ઘટીને 9645 થઇ ગયો છે એટલે કે ઓક્ટોમ્બર મહિના કરતા 4839 દસ્તાવેજ ઓછા નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં નવેમ્બર મહિનામાં કુલ 18 કચેરીમાં 9645 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી આપ માટે નોંધણી પેટે સરકારને રૂૂ. 7,64,63,025 ની આવક નોંધાઈ છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂૂ.43,39,29,716 ની આવક થઈ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે રાજકોટ શહેર અને જિલ્લામાં ઉદ્યોગો ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ મળતા આજુબાજુના વિસ્તારોમાં પણ જમીનના સોદા ફટાફટ થઈ રહ્યા છે હવે આ સોદા બાદ તેમના દસ્તાવેજ નોંધવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા હતા પણ દિવાળી બાદ તેજી ઓસરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર મહિના માં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર ઓફિસ ખાતે 1148 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ બીજા ક્રમે ગોંડલ વિસ્તારમાં 997 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્રીજા ક્રમે મવડી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં 861 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ રાજકોટ-3 રતનપર, રૈયા અને રાજકોટ-1માં અનુક્રમે 709, 697 અને 691 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે.

આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધ પક્ષને લીધે દસ્તાવેજો ઓછો નોંધાતા હતા. પરંતુ ઓક્ટોમ્બર મહિનાના અંતમાં દિવાળી પહેલા દસ્તાવેજ નોંધવા લોકોએ પડાપડી કરી હતી જેને પરિણામે સરકારી તિજોરીમાં નોંધણી અને ડ્યુટી પેટે આવકમાં પણ વધારો નોંધાયો હતો. ઓક્ટોમ્બર મહિનામાં આ આવક પેટે સરકારને સપ્ટેમ્બર મહિના કરતા રૂૂ 23.22 કરોડ ના વધારા સાથે કુલ રૂૂ. 85.53 કરોડ જમા થયા હતા પરંતુ દિવાળી પુરી થતા મંડીએ દેખા દીધા હોય તેમ નવેમ્બર મહિનામાં 85.53 કરોડ સામે ફક્ત 51.03 કરોડની આવક જ નોંધાઈ હતી.

ક્યા કેટલા દસ્તાવેજ નોંધાયા?

કચેરી કુલ દસ્તાવેજ
ઉપલેટા 334
પડધરી 184
જામકંડોરણા 89
ધોરાજી 243
રાજકોટ રુરલ 627
રાજકોટ વીછિયા 80
રાજકોટ મોરબી રોડ 1148
રાજકોટ રૈયા 697
રાજકોટ-7 કોઠારિયા 579
રાજકોટ-6 મવડી 861
રાજકોટ-5 મવા 568
જેતપુર 532
રાજકોટ-3 રતનપર 709
રાજકોટ-1 691
જસદણ 333
લોધીકા 672
કોટડાસાંગાણી 321
ગોંડલ 977
કુલ 9645

Advertisement
Tags :
Advertisement
Advertisement