રણને પાર કરતા ઊંટોના કાફલાની મનોહર તસ્વીરનો વીડિયો શેર કરતા હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર(X) પર કચ્છના રણની એક અત્યંત મનોહર તસવીર શેર કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં આ દૃશ્યને એક ભવ્ય ઊંટના દૃશ્યથી શરૂૂ થઈને કચ્છના અનંત રણને પાર કરતા સુંદર કાફલામાં વિસ્તરતું વર્ણવ્યું હતું. સંઘવીએ વિશેષરૂૂપે ઊંટના કાફલાને કચ્છની અનોખી ઓળખ સમાન ગણાવી તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
આ અદભૂત તસવીર પ્રખ્યાત ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ દ્વારા કંડારવામાં આવી છે. સંઘવીએ પોતાના ટ્વીટમાં નોંધ્યું હતું કે આ ક્ષણ કચ્છના આત્માને પ્રતિબિંબિત કરે છે. વિશાળ, ગતિશીલ અને જીવનથી ભરપૂર તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દરેક ફ્રેમ આપણને યાદ અપાવે છે કે ગુજરાતનું રણ ખરેખર શા માટે અનંત છે આ ટ્વીટ દ્વારા તેમણે ગુજરાતના રણપ્રદેશની અજોડ સુંદરતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.