For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર

05:32 PM Sep 30, 2024 IST | Bhumika
ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર
Advertisement

રાજકોટના 24 થી વધુ લોકો સાથે ચારધામ યાત્રાના નામે હરીદ્વારના ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીના કેસમાં આરોપી એજન્ટને જામીન પર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.રાજકોટમાં વસવાટ કરતા નિવૃત સરકારી કર્મચારી પ્રદીપભાઈ ઉપેનાભાઈ રાવલે પરીવાર સાથે ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન ચારધામ યાત્રા પેકેજ સર્ચ કરતા અતિથિ ટ્રીપ હોલિડેઝ નામની ટુર્સ કંપની જોવા મળેલી અને જેમાં આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા કુલ 26 લોકોનું પેકેજ કોસ્ટ રૂૂ.7.80 લાખ જણાવેલ અને ફરીયાદીએ કટકે કટકે અતિથિ ટ્રીપ હોલિડેઝના માલિક પ્રવિણકુમાર શર્માના ખાતામાં ઓનલાઈન રૂૂ.6,66,999 ટ્રાન્સફર કરી આપ્યા હતા.

અને આરોપીએ ફરીયાદીને તા. 21/009/2023 થી તા.10/10/2023 નું પેકેજ આપવાનું જણાવેલ હતું. ફરીયાદી તેમના મિત્રો અને પરીવાર સાથે તા. 21/09/2023 ના રોજ હરીદ્વાર ખાતે પહોંચેલા અને ત્યાં એમની ફરિયાદ મુજબ કોઈ પેકેજ મળેલું નહીં અને આરોપીનો સંપર્ક કરતા આરોપીનો મોબાઈલ બંધ આવેલો જેથી ફરીયાદી કનખલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા જતા એમની ફરીયાદ લેવામાં આવેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટ આવી સાયબર ક્રાઈમમાં આરોપી વિરુદ્ધ ઓનલાઈન ખોટી જાહેરાત મૂકીને ચારધામ યાત્રાનું પેકેજ આપવાનું જણાવીને રૂૂ.6,66,999 ઓનલાઈન મેળવી છેતરપિંડી આચર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હરીદ્વાર ખાતેથી આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

Advertisement

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી પ્રવિણકુમાર રામકુમાર શર્માને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપી વતી હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલિયા, રાજકોટના યુવા એડવોકેટ રવિરાજસિંહ વિ. રાહોડ, અશ્વિન ડી. પાડલિયા, ભાર્ગવ ડી. બોડા, આસિસ્ટન્ટ તરીકે યશરાજસિંહ જાડેજા અને યોગેશ જાદવ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement