હાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ
વિરમગામના પોતાના કાર્યાલયમાં મિત્રો સાથે ધારાસભ્ય જુગારની મહેફિલમાં દેખાતા ખળભળાટ
પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામનાં ભાજપના MLA હાર્દિક પટેલનો ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. MLA હાર્દિક પટેલનો પોતાની ઓફિસમાં જુગાર રમતો વીડિયો વાયરલ થયો છે જેના કારણે તેઓ સવાલોના ઘેરામા્ં સપડાયા છે.11 સેક્ધડના આ વીડિયોમાં MLA હાર્દિક પટેલ પોતાની ઓફિસમાં પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યા છે.
જો કે, આ વાયરલ વીડિયોની ગુજરાત મિરર પુષ્ટી કરતું નથી પરંતુ આ વીડિયોમાં ટેબલ પર પત્તા દેખાય છે અને હાર્દિક પટેલ તેમના મિત્રો સાથે દેખાય છે. આ વીડિયો હાર્દિક પટેલની વિરમગામની જનસેવા સંપર્ક કાર્યાલયનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં હાર્દિક પટેલની સાથે મયુર ચાવડા, તીર્થ પટેલ, ગોલું ગુપ્તા દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા હાર્દિક પટેલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવું રહેશે કે, આ વીડિયોને લઈને હાર્દિક પટેલ કોઈ સ્પષ્ટતા કરે છે કેમ ?
આ વીડિયો જોવા નીચે આપેલ QR કોડ સ્કેન કરો
આપ આ વીડિયો સોશિયલ મીડીયાના માધ્યમથી ગુજરાત મિરરના ફેસબુક પેજ પર જોઇ શકો છો. આ વીડીયો જોવા માટે નીચે આપેલ ચછ કોડને સ્કેન કરો. સ્કેન કરતાની સાથે ફેસબુક પેજ પર આ વીડીયો જોઇ શકાશે.