આ રાક્ષસને ફાંસી આપો, ભાવનગર કોર્ટ પરિસરમાં લોકોએ લગાવ્યા નારા
પત્ની-બાળકોની હત્યા કરી દાટી દેનાર ACFના 4 દિવસના રિમાન્ડ માંગતી પોલીસ
પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર ACF શૈલેષ ખાંભલાને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને લાવવામાં આવ્યો, ત્યારે લોકોએ આ રાક્ષસને ફાંસી આપો! ના નારા લગાવ્યા હતા.
પોલીસ તરફથી શૈલેષ ખાંભલા માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તપાસ માટે અનેક મુદ્દાઓ બાકી હોવાથી પોલીસે 14 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગ કરી હતી આરોપી શૈલેષે પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરીને તેમને દાટી દીધા હતા, જેનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. હત્યા કેમ કરી? તે અંગે હજી સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.
પોલીસ હવે મહત્વના મુદ્દાઓ પર તપાસ કરી રહી છે, જેમાં હત્યા સમયે તેણે પહેરેલા કપડાં, બેગ અને ચપ્પલ ક્યાં નાંખ્યા?, શૈલેષનો કોઈ સાથે પ્રેમ સંબંધ હતો? તથા 5 તારીખની વહેલી સવારે હત્યા કર્યા બાદ તળાજા કેમ ગયો? તે મુદ્દાની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે.
પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન ઘણા નવા તથ્યો બહાર આવશે. કોર્ટે શૈલેશના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે વિવિધ મુદ્દા પર તપાસ શરુ કરશે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે