For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાજી કાસમ તારી વીજળી, સોરઠના દરિયાની ગોઝારી કરૂણાંતિકાને આજે 137 વર્ષ પૂર્ણ

01:22 PM Nov 08, 2025 IST | admin
હાજી કાસમ તારી વીજળી  સોરઠના દરિયાની ગોઝારી કરૂણાંતિકાને આજે 137 વર્ષ પૂર્ણ

આજથી બરાબર 137 વરસ પહેલા તે સમયમાં દેશની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના સોરઠના પાદરમાં થઈ હતી. કહેવાય છે કે,13 જાન અને 1300 ઉતારૂૂઓ સાથે વેરાવળ અને માંગરોળ વચ્ચે 8 નવેમ્બર 1888ના રોજ હાજી કાસમ તારી વીજળી નામની સ્ટીમર ડૂબી ગઈ હતી. 25 કેબીનો ધરાવતી અને 299 ફૂટ લંબાઈ ધરાવતી આ સ્ટીમર ડૂબ્યાને સવા સૌ વરસથી વધુ સમય વીતી ચૂક્યો છે હોવા છતાં તે ઘટના-વિલાપને સાંકળતા કરૂૂણ રસ નીતરતા રાગોથી નરવા કંઠે રાસડા આજે પણ ગવાતા રહે છે.

Advertisement

ટાઈટેનીક ફિલ્મમાં નિહળેલી તેવી જ દુર્ઘટનામાં દરિયાના ઉછળતા મોજામાં ફૂટબોલની જેમ ફંગોળાતા 1300 જાન-જાનડીઓ-વિદ્યાર્થીઓ દરિયાના પેરાળમાં ગરક થઈ ગયા હતા. કચ્છના માંડવી બંદરેથી વિક્રમ સવંત 1945ના કારતક સુદ પાંચમ અને ગુરૂૂવાર તથા 8 નવેમ્બર 1888ના રોજ બપોરે બાર વાગ્યે વીજળી લાંગરી હતી. મુળનામ વેટર હતું પરંતુ ઝળહળતા વિજળી પ્રકાશને લીધે આ આગબોટનું નામ લોકોએ વીજળી જ આપી દીધું. મુંબઈના હાજી હાસમ જુલબ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ સાથે ભાગીદારીમાં સ્થાપેલ બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીની આ આગબોટ વીજળીનો વહીવટ હાસમનાભાઈ હાજી કાસમ સંભાળતા હતા તેથી તે કંપની હાજી કાસમની કંપની કહેવાતી હતી. વીજળીના કેપ્ટનનું નામ ઈબ્રાહિમ હતું જે પોતાની શક્તિ-કાબેલીયત ઉપર ખૂબ જ મુસ્તાક હતો.

વીજળીનીએ પ્રથમ સફર હતી કચ્છના જુદા-જુદા ગામેથી લગ્નની જાનોએ બોટમાં ચડી હતી. હોંશે-હોંશે જાનડીઓ ગીત ગાતી હતી તો પરીક્ષા આપવા જતા કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા. ભર સાગરમાં વીજળીએ દ્વારકાનો કિનારો છોડતાં જ દરિયામાં વાવાઝોડા-સુસવાટા મારતા પવન ઝપાટા શરૂૂ થયા અને વીજળી પોરબંદર પહોંચી ત્યારે ત્યાંના બંદર ઓફિસર લેલી સાહેબે વીજળીને આગળ ન વધવા દેવા સખ્ત ચેતવણીઓ પણ આપી હતી પરંતુ ઇબાહીમને પોતાની પ્રચંડ શક્તિમાં લોખંડી વિશ્વાસ હતો કે મારી સ્ટીમરને આવા વાવાઝોડાને ગણકારે નહીં.

Advertisement

લેલીએ કાળા વાવટા ફરકાવી સ્ટીમર તેનેય અવગણી પૂરપાટ વેગે સમુદ્રમાં દોડાવી મુકાઈ અને થોડી જ વારમાં સાગરના લોઢ જેવડાં મોજાં સ્ટીમરને ફૂટબોલની જેમ હાલક-ડોલક કરવા લાગ્યાં અફળાતી-તફળાતી ફૂટબોલના દડાની જેમ અધ્ધરો અધ્ધર ઉલળી ફરી પાછી સમુદ્રમાં જોરદાર ધડાકા સાથે પછડાતી ત્યારે સ્ટીમરના ઉતારૂૂઓ લગ્ન ગીતોને બદલે ચીસાચીસ રડમય બન્યા. આખરે મધરાતીએ સ્ટીમરે ઊતારૂૂઓ સાથે સાગર પોતાનામાં સમાવી લીધા. દેશભરમાં બેસણા થયાં-લગ્ન મંડપો મોતના માતમમાં ફેરવાયા એમ કહેવાય છે કે, આ દુર્ઘટનાનો કાટમાળ કે કે ભોગ બનનારના મૃતદેહો મળ્યા નતી. ઈતિહાસકાર ચિતલવાલાએ આ ઘટનાનું સંશોધન કરી તાગ મેળવવા ખુબજ પ્રયાસ કર્યો છે

Advertisement
Tags :
Advertisement
Advertisement