ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે

11:25 AM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

જલારામબાપા વિશે સ્વામીએ કરેલા નિવેદનથી ભાવિકોમાં ભારે આક્રોશ

Advertisement

વીરપુરમાં આજે રઘુવંશી સમાજની બેઠક, રણનીતિ નકકી કરાશે

ગુજરાત મિરર, વિરપુર,તા.4જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય સંત શ્રી જલારામબાપા વિશે અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમને લઈને સમગ્ર ગુજરાત સહીત ઠેરઠેર રઘુવંશી સમાજમાં તેમજ પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં પણ રોષ ફેલાયો છે.સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે,સ્વામીએ કરેલ ટિપ્પણી ને લઈને રઘુવંશી સમાજ અને પૂજ્ય જલારામબાપાના ભક્તોમાં આક્રોશ ફેલાયો છે,સાથે ટિપ્પણી બાદ યાત્રાધામ વીરપુર આવતા લાખો ભક્તો સાથે રઘુવંશી સમાજના લોકો ગ્રામજનોમાં આક્રોશ સાથે આવતીકાલે વીરપુરમાં એક બેઠક યોજી રણનીત નક્કી કરશે.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એ જલારામબાપા મુદ્દે ટિપ્પણી કરવા હાલ વિવાદ માં આવ્યા છે,સાથે સ્વામીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જલારામબાપા ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે,સાથે જલારામબાપા એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશિર્વાદ માગ્યા હોવાનો દાવો કર્યો હતો,તેમજ જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમી ના માટે ચાલે તેવા આશિર્વાદ આપ્યા હોવાનું કહ્યું હતું,અને કાયમીના માટે ભંડાર ભરેલ રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા હોવાનું નિવેદન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કર્યું હતું,સાથે જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ જ્યારે વીરપુર આવ્યા ત્યારે દાળ અને બાટી જમાડ્યા હતા,અને જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા ને સેવા કરી હોવાનું નિવેદન કરતા હાલ આ નિવેદન થી પૂજ્ય જલારામ બાપાના ભક્તો સાથે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો છે.

સ્વામીએ આપેલ નિવેદન મુદ્દે પૂજ્ય જલારામબાપાના વંશજ અને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિના લઘુબંધુ અને પૂજ્ય જલારામ બાપાના પરિવારજન પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ આજથી બસો પાંચ વર્ષ પહેલાં પૂજ્ય જલારામબાપા એ અમરેલી જિલ્લાના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી મહાસુદ બીજના દિવસે અન્નક્ષેત્રની શરૂૂઆત કરી હતી તેમજ પૂજ્ય જલારામ બાપાના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ હતા અને પૂજ્ય બાપા અવિરત પ્રભુ શ્રીરામ નામનું રટણ કરતા આ વાત પૂજ્ય જલારામબાપા ને માનનારા લાખો ભક્તો સત્ય જાણે છે,જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ અને પૂજ્ય જલારામ બાપાના પરિવારનું કોઈ સમર્થન નથી તેમ જણાવ્યુ હતુ.

સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા કરેલ ટિપ્પણીને લઈને યાત્રાધામ વિરપૂરના ગ્રામજનો, રઘુવંશી સમાજ, આક્રોશ સાથે ભક્તોએ આ ટિપ્પણી ને વખોડી કાઢી હતી,તેમજ જલારામબાપા ઇતિહાસ વિષે આવી ટિપ્પણી ન કરવી જોઈએ સાથે સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે,સાથે જલારામબાપા ઇતિહાસ માં ચેડાં ન કરવા ની માંગ સાથે સદાવ્રત ભોજલારામ બાપાના આશીર્વાદ ચાલે છે,તેમજ જ્ઞાન પ્રકાશે કારેલ ટિપ્પણી કદાચ સ્વામી તેના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્પણી કરી હશે,સાથે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવીને જલારામબાપા ની માફી માંગે તેવી માંગ ગ્રામજનો ભક્તો અને રઘુવંશી સમાજ કરી રહ્યો છે,સાથે સ્વામીએ કરેલ ટિપ્પણી મુદ્દે આજે સવારે અગિયાર વાગ્યે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે યાત્રાધામ વીરપુરના ગ્રામજનો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, સંસ્થાઓ,સાથે એક બેઠક મળશે અને આ બેઠક માં ટીપ્પણી મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવશે.

વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગતો વિડિઓ જાહેર કરીને માફી માંગી હતી,વિડિઓમાં સ્વામીએ કહ્યું હતું કે,જલારામબાપા ચરણો માં સત સત વંદન,થોડા સમય પહેલા મેં એક બુકમાં પ્રશંગ વાંચ્યો હતો,એજ પ્રશંગ મેં એક મેગેજીન માં પણ વાંચ્યો હતો,મને એવું લાગ્યું કે આમાં જલારામબાપા ખૂબ સારી વાત કરવામાં આવી છે,એટલે બાપાના મહિમા વિશે વાત રજૂ કરી હતી,સાથે અયોધ્યામાં જલારામબાપા ની જગ્યા તરફ ધરવામાં આવતા થાળ અંતર્ગત વાત કરી હતી, ત્યારે કોઈપણ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાણી હોય તો માફી માગું છું અને વિડિઓ પણ ડીલીટ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનથી યાત્રાધામ વિરપૂરના આગેવાનો અને ભક્તોમાં ભારે આક્રોશ સાથે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વીરપુર વેપારી એસોસિએશનના ભરતભાઇ ગઢિયાએ જણાવ્યું હતું કે સ્વામીએ કરેલ આ નિવેદન ને અમે વખોડીએ છીએ અને આવું નિવેદન ન જોઈએ, સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે.

સ્વામીએ તેમના ધર્મના પ્રચાર માટે નિવેદન કર્યું

જગવિખ્યાત યાત્રાધામના સંત શિરોમણી પૂજ્ય જલારામબાપા વિશે કરેલ નિવેદનથી વીરપુરના વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે ત્યારે વીરપુરના વેપારી રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે આ નિવેદન પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસ વિષે ચેડાં કરીને ટિપ્પણી કરી છે,પૂજ્ય જલાબાપાએ સદાવ્રતની શરૂૂઆત પોતાના ગુરુ પૂજ્ય ભોજલારામ બાપાના આશીર્વાદ કરેલ અને તેમના જ આશીર્વાદ થી ચાલે છે,જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદન કદાચ તેના ધર્મ ના પ્રચાર માટે કર્યું હશે.

Tags :
gujaratgujarat newsGyanprakash SwamiVirpurVirpur news
Advertisement
Next Article
Advertisement