જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી અને તે સમયે તેમને તાત્કાલિક આસામ પોલીસ બનાસકાંઠાથી આસામ લઇ જાય છે. અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીએ જીગ્નેશ મેવાણી સામે છેડતીની ફરિયાદ દાખલ કરી.
અંદાજે ચાર વર્ષે આ કેસમાંથી એ છેડતીની કલમ રદ્દ કરવામાં આવી છે. આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણી પર કરેલા મહિલા પોલીસકર્મી સામેના છેડતીના કેસમાંથી છેડતીની ( IPC 354 ) કલમ ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા દૂર કરી દેવામાં આવી છે.
આસામ પોલીસે ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખકઅ જીગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ. ઉપરોક્ત ટ્વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે મેવાણી સામે ઈંઙઈ કલમ 120ઇ (ગુનાહિત કાવતરું), 153 (અ) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (અ) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.