For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો

04:18 PM Jan 28, 2025 IST | Bhumika
સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો

Advertisement

સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા 85 યજ્ઞકુંડોમાં 680 યજમાનોની 1 લાખથી વધુ આહુતિઓ અર્પણ કરી ભારત તથા વિશ્ર્વ શાંતિ માટે પ્રાર્થના કરી

Advertisement

વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષપૂર્તિ મહોત્સવ નિમિત્તે સારંગપુરમાં તારીખ 26 જાન્યુઆરી, 2015 ના રોજ ગુરુહરિ પ્રસન્નતા મહાયાગનું આયોજન થયું હતું, જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણમુનિ સ્વામી, ઘનશ્યામપ્રસાદ સ્વામી, નિર્માનજીવન સ્વામી, ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત જ્ઞાનેશ્વર સ્વામીએ પ્રાસંગાનુરૂૂપ આશીર્વચન પાઠવ્યા હતા.

આ યજ્ઞમાં 85 જેટલા યજ્ઞકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન વગેરે વિદેશના એમ કુલ મળીને 680 જેટલાં યજમાન યુગલોએ લાભ લીધો હતો.
વૈદિક પ્રણાલિ અનુસાર સંપન્ન થયેલા આ મહાયાગના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજની ષોડશોપચાર વિધિ કરવામાં આવી. ત્યાર બાદ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્ર્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું. આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનો નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને 1,00,000 થી વધુ આહુતિઓ આપી હતી.

સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર યજ્ઞ દરમિયાન મંદિરના પરિસરમાં સૌ વૈદિક સમયની અનુભૂતિ કરી રહ્યા.
આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આમ, આ સત્સંગદીક્ષા મહાયજ્ઞ દ્વારા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement