For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર

04:42 PM Aug 25, 2025 IST | Bhumika
ગુરૂબ્રહ્મા  ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો  પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર

કોન્ટ્રાકટ બેઈઝ અને રેગ્યુલર આસી. પ્રોફેસરના પગારમાં જમીન-આસમાનનોં ફર્ક

Advertisement

દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે જો શિક્ષકોને સન્માનજનક પગાર પણ નહીં મળે તો ‘ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર:’ ગીત ગાવું નકામું છે. ગુજરાત સરકારની ટીકા કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોન્ટ્રાક્ચ્યુઅલ અસિસ્ટન્ટ પ્રોફેસરને માત્ર 30,000 રૂૂપિયાનો પગાર આપવામાં આવે છે, જ્યારે એડહોક અને રેગ્યુલર એસોસિએટ પ્રોફેસર નો પગાર 1.2 થી 1.4 લાખ રૂૂપિયા ની વચ્ચે છે.

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે જણાવ્યું કે, જે શિક્ષકો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરે છે અને તેમને ભવિષ્યની તૈયારી માટે તૈયાર કરે છે, તેમની સાથે આવું વર્તન સહન નહીં કરી શકાય. બેન્ચે ઉમેર્યું, કોઈ પણ દેશ માટે શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ હોય છે, જે બાળકોને ભવિષ્યના પડકારો અને સારું જીવન જીવવા માટે તૈયાર કરે છે. શિક્ષકો પોતાના સંશોધન, વિચારો અને મૂલ્યો દ્વારા સમાજને પ્રગતિનો માર્ગ બતાવે છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમાજમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને ઓળખવામાં નથી આવી રહ્યું, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો શિક્ષકોને સન્માનજનક પગાર નહીં મળે તો દેશમાં જ્ઞાન અને બૌદ્ધિક સફળતાને પણ યોગ્ય સ્થાન નહીં મળે. હાઈકોર્ટએ પોતાના ચુકાદામાં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે આ મામલે ‘સમાન કાર્ય, સમાન વેતન’ના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી અસિસ્ટન્ટ પ્રોફેસરોને આટલો ઓછો પગાર આપવામાં આવે છે, જે ખૂબ જ ચિંતાજનક છે. અમને માહિતી મળી છે કે 2,720 જગ્યાઓ ખાલી હતી, જેમાંથી અત્યાર સુધી માત્ર 923 જગ્યાઓ પર જ સ્થાયી ભરતી થઈ છે. શિક્ષકોની ઉણપને કારણે શિક્ષણનું કામ પણ અટકી રહ્યું છે. માહિતી મુજબ, 158 એડહોક અને 902 કોન્ટ્રાક્ચ્યુઅલ અસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થઈ હતી, જ્યારે 737 જગ્યાઓ હજુ પણ ખાલી છે.

કોર્ટે ઉમેર્યું કે, આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવા છતાં, માત્ર એડહોક અને કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, જે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના સન્માનને અસર કરે છે.

સોશિયલ મીડિયામાં ટકોરને ભારે આવકાર
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ડ પર ઘણા યૂઝર્સે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું સમર્થન કર્યું છે. Live LawIndiaએ લખ્યું, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને શિક્ષકોના ઓછા પગાર અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પર ફટકાર લગાવી. એક યુઝરે જણાવ્યું, સુપ્રીમ કોર્ટે ગુરુ બ્રહ્મા શ્ર્લોકનો ઉલ્લેખ કરીને શિક્ષકોના સન્માનની વાત કરી. આ એક મહત્વપૂર્ણ ચુકાદો છે. બીજા એક યુઝરે લખ્યું, જો શિક્ષકોનું સન્માન નહીં થાય તો દેશનું ભવિષ્ય કેવું હશે?

Advertisement
Tags :
Advertisement
Advertisement