રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

05:41 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી 31 માર્ચ 2024, રવિવારના રોજ લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2024ની પરીક્ષાનું એડમિશન કાર્ડ ઓનલાઇન માધ્યમથી મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર જઇને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. તેમજ બોર્ડમાં નોંધાયેલી વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરી શકે છે.

Advertisement

ગુજકેટ-2024ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2024 માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા//Hall Ticket))ં ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ (પ્રવેશિકા) જયફભિવ કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-2024 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો GUJCETની હોલ ટિકિટ
ગુજરાત સ્ટેટ એેજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://www.gseb.org/ પર ક્લિક કરો.
GSEBની ઓફિશિયલ વેબસાઇટના હોમ પેજ પર GUJCET Hall Ticket 2024 લખેલું હશે. જેના પર ક્લિક કરો.
તેના પર ક્લિક કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું પેજ ખુલશે. જેમાં તમારી લોગ ઇન ડિટેઇલ ભરો.
ગુજકેટ 2024 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email id અહીંયા દાખલ કરો.
આપની જન્મ તારીખ અથવા p GUJCET Application Form no. દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો.
પ્રવેશિકા મેળવવા માટે Search Hall Ticket બટન પર ક્લિક કરો.
આટલું કર્યા બાદ તમારું એડમિટ કાર્ડ અથવા હોલ ટિકિટ તમને સ્ક્રીન પર જોવા મળશે.
ડાઉનલોડ સંબંધિત સમસ્યાઓ માટે સંપર્ક કરો - 84012 92014

Tags :
gujaratgujarat newsGujcat examGujcat exam hall ticket
Advertisement
Next Article
Advertisement