For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમનવેલ્થ ગેમ્સ માટે લંડનમાં ગુજરાતની સત્તાવાર પ્રપોઝલ, એસોસિએશન કરશે નિર્ણય

04:02 PM Aug 30, 2025 IST | Bhumika
કોમનવેલ્થ ગેમ્સ માટે લંડનમાં ગુજરાતની સત્તાવાર પ્રપોઝલ  એસોસિએશન કરશે નિર્ણય

ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ શહેરને હોસ્ટ સિટી (યજમાન શહેર) બનાવવા માટેની પ્રપોઝલ લંડનમાં સબમિટ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રપોઝલ કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી હતી.

Advertisement

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાન શહેર બનાવવાની પ્રપોઝલ ગુજરાત સરકારનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ અને આયોજન ક્ષમતાને ધ્યાનમાં રાખીને એક મજબૂત પ્રસ્તાવ તૈયાર કરવામા આવ્યો છે. આ ગેમ્સનું આયોજન કરવાથી રાજ્યમાં રમતગમતનું વાતાવરણ વધુ સુધરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબી વધુ મજબૂત બનશે.જો અમદાવાદને આ ગેમ્સની યજમાની મળે તો તે શહેર અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક મોટી તક સાબિત થશે. તેનાથી પર્યટન, હોસ્પિટાલિટી અને અન્ય ક્ષેત્રોમાં પણ મોટો ફાયદો થશે. હાલમાં, આ પ્રપોઝલ કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશનના વિચારણા હેઠળ છે. હવે સૌની નજર તેના આગામી નિર્ણય પર છે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement