ગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી
સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. 1 ડિસેમ્બરથી શરૂૂ થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી છે.
તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે પાકનો નાશ થયો હતો. ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર બે હેક્ટર માટે જાહેર કરાયું, અને તે પણ અનેક શરતો સાથે. ત્યારે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂૂ કરવાની માંગ કરાઈ છે. રાજ્યના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.
નોટિસમાં જણાવાયું કે, ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત બેમોસમી વરસાદ પડતો રહ્યો અને તેના કારણે ખેડૂતોની તૈયાર થયેલી સંપૂર્ણ પાક ખૂબ જ ખરાબ રીતે નાશ પામ્યો હતો. તો બીજી તરફ, ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દેવામાં આવી છે અને એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો નહોતો. મોટા પાયે ખર્ચ કર્યા પછી જ્યારે પાક તૈયાર થયો હતો એ જ વખતે બેમોસમ સતત વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો. જેના કારણે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પર્યાપ્ત નથી અને માત્ર બે હેક્ટરમાં તે પણ અનેક શરતો સાથે જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળી રહ્યો નથી. આથી, કેન્દ્ર સરકાર પાસેથી અનુરોધ છે કે ગુજરાતમાં ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂૂ કરવામાં આવે. આફતને કારણે ભારે નુકસાન વેઠી રહેલા ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે.