રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતીઓના ફેવરિટ આબુનું નામ બદલાયું

11:47 AM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન મનાતા રાજસ્થાનના એકમાત્ર અને પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ આગામી દિવસોમાં બદલાઈ શકે છે. માઉન્ટ આબુનું નામ આબુ રાજ હોઈ શકે છે જે પહેલા પણ હતું. આબુ રાજ નામ બદલવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

Advertisement

માઉન્ટ આબુ નગરપાલિકાની બેઠકમાં માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. 33 કરોડ દેવી-દેવતાઓના શહેર તરીકે ઓળખાતા માઉન્ટ આબુનું નામ બદલવાની દરખાસ્ત પાલિકાના વિપક્ષી નેતા સુનિલ આચાર્યએ મૂકતાં બોર્ડે ધ્વનિ મતથી દરખાસ્ત પસાર કરી હતી.સાથે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો કે માઉન્ટ આબુનું નામ ધાર્મિક રીતે બદલવું જોઈએ.
લાંબા સમયથી અહીંના રહેવાસીઓ માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ કરી રહ્યા છે જે અંગ્રેજોએ આપ્યું હતું. પરંતુ અહીંના રહેવાસીઓ તેનું નામ આબુ રાજ રાખવાનું કહે છે. કારણ કે આબુ રાજ નામમાં જ 33 કરોડ દેવી-દેવતાઓની ઝલક અનુભવે છે. માઉન્ટ એ અંગ્રેજી શબ્દ છે જે અંગ્રેજોએ આપ્યો હતો.

અહીંના લોકોનું માનવું છે કે પઆબુ રાજથ નામ એકદમ સાર્થક અને પ્રાચીન છે અને બને તેટલું જલ્દી બદલવું જોઈએ.માઉન્ટ આબુને ભગવાન શિવનું જન્મસ્થળ અર્ધ કાશી માનવામાં આવે છે. માઉન્ટ આબુ રામનું બીજું શહેર છે જ્યાં ભગવાન રામે તેમના ભાઈઓ સાથે શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વશિષ્ઠ આશ્રમમાં ભણ્યા હતા. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા હતા તે દરમિયાન અહીં વિશ્રામ પણ કર્યો હતો. આ તમામ બાબતોને લઈને અહીંના સંતો પણ માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ કરવાની માંગ કરી રહ્યા છે. માઉન્ટ આબુનો ઉલ્લેખ આપણા સૌથી મોટા પુરાણ સ્કંદ પુરાણમાં છે જેમાં માઉન્ટ આબુ પર એક અલગ વિભાગ છે જે અર્બુદ વિભાગ છે.

Tags :
Abugujaratgujarat news
Advertisement
Next Article
Advertisement