ગરબા પતાવીને પરત ફરતી ગુજરાતી ગાયિકા શીતલ ઠાકોરની કાર પર હુમલો
અજાણ્યા શખ્સો પાછળથી ટક્કર મારી ભાગી છૂટ્યા, વીડિયો વાયરલ
અરવલ્લીમા ગુજરાતની ગાયક કલાકાર શીતલ ઠાકોર પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. શીતલ ઠાકોરની કારને અન્ય કાર ચાલકો દ્વારા ટક્કર મારવામા આવી હતી. જેનો પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરા પોલીસ સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. ગરબા પૂરા કરીને પરત ફરી રહેલી યુવા ગાયિકા શીતલ ઠાકોરની કારની પાછળ કોઈએ ટક્કર મારી હતી શીતલ ઠાકોરની કારને નુકસાન થયાની તસવીરો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. શીતલ ઠાકોર મોડાસા ખાતે નવરાત્રિનો પ્રોગ્રામ પતાવી પરત ફરી રહી હતી, તે સમયે આ બનાવ બન્યો હતો.
આ મામલે ધનસુરા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂૂ કરી છે. તેમજ શીતલ ઠાકોરે પણ સોશિયલ મીડિયા પર પોતાની સલામતી અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.