ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો ભાન ભૂલ્યા!!! અમદાવાદના રસ્તાઓ પર કર્યા બાઈક સ્ટંટ, જુઓ VIDEO
ગુજરાતી ફિલ્મ 'મિસરી'ની સ્ટારકાસ્ટ હાલમાં વિવાદોના વમળમાં ફસાઈ છે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ, અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા સહિતના કલાકારોએ અમદાવાદના જાહેર રસ્તાઓ પર જે ખતરનાક સ્ટંટ કર્યા, તેના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુજરાત પોલીસ હરકતમાં આવી છે.
આવતી કાલે એટલે કે 31 ઓક્ટોબરે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મી 'મિસરી'ની સ્ટારકાસ્ટ હાલમાં વિવાદોમાં ફસાઈ છે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ, અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા સહિતના કલાકારોએ અમદાવાદના જાહેર રસ્તાઓ જીવલેણ સ્ટંટ કર્યા છે. કાયદાના ધજાગરા ઉડાવાતા વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://x.com/ParthShah91196/status/1983557500579565745
પ્રાપ્ત વિગતો મુજબ આ કલાકારો સાયન્સ સિટી રોડ પર સ્પોર્ટ બાઇક પર જીવલેણ સ્ટંટ કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયા ચાલુ બાઇક પર ઊભા થઈને સ્ટંટ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેત્રી માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર બાઇકની પાછળ સ્ટંટ કરતી જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
પીઆઇ એન.એ દેસાઈએ જણાવ્યું હતું કે મિસરી ફિલ્મના સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે બાઇક પર સ્ટંટ કર્યા હતા.વીડિયોમાં દેખાતા બાઇક ચાલક અને કાર ચાલક સામે એમવી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે મિસરી ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન લીધું છે. વાઈરલ વીડિયોમાં દેખાતા એક્ટર ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. એક્ટ્રેસ માનસી બાઈકની પાછળ સવાર હોય તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય.
પોલીસે ફિલ્મ 'મિસરી'ના પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન લીધું છે. આ સ્ટંટ કયા સંજોગોમાં કરવામાં આવ્યો અને તેમાં કોણ કોણ સામેલ હતું, તે વિશેની માહિતી મેળવવામાં આવી રહી છે.
