ગુજરાતી અભિનેત્રીનો જમજીરના ધોધ પરની રીલનો વીડિયો વાઇરલ
પ્રતિબંધ છતાં વીડિયો ઉતાર્યો, કાર્યવાહી કરવા તજવીજ
જામવાળા નજીક આવેલા જમજીર ના ધોધ પર રીલ બનાવા કે સેલ્ફી લેવા પર જીલ્લા કલેકટર દ્વારા જાહેર નામું બહાર પાડી પ્રતિબંધ મૂક્યો છે અને તેની અમલવારી વહિવટી તંત્ર કરી રહ્યું છે ત્યારે એક વધું ગુજરાતી અભિનેત્રી જીલ જોષી નો જામવાળા ગીર માં આવેલ જમજીર ના ધોધ પર બનાવેલ રીલ પોતાનાં ઈસ્ટાગ્રામ પર મુકતાં તે વાયરલ થતાની સાથે ભારે વિરોધ ઊભો થયો છે અને આ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાં વનપયાવરણ સમિતી નાં પ્રમુખ હર્ષદભાઈ બાંભણીયા દ્વારા પગલા લેવાની માંગણી કરી છે.જીલ જોષી એ જમજીર ના ધોધ પર ની રીલ નો વિડિઓ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને આ વિડિયો ખુબજ વાઈરલ થયો હતો જેનાં કારણે વિરોધ ઊઠવા પામેલ છે.
જમજીર ધોધ નજીક જવા કે ત્યાં કોઈ સેલ્ફી રીલ બનાવવા ઊપર પ્રતિબંધ હોય જેનાં જાહેર ચેતવણી બોર્ડ અને સુચનાઓ લખી હોવાં છતાંય પ્રતિબંધીત આ સેનસટિવ વિસ્તાર માં ગુજરાતી અભિનેત્રી એ જમજીર ધોધ નજીક બેસીને વિડીયો રીલ બનાવી પોતાનાં ઈસ્ટાગ્રામ ઊપર મુકતાં આ બાબતે પર્યાવરણ બચાવ સમિતિ ના પ્રમુખ હર્ષદ બાંભણીયા એ આ વાયરલ વિડીયો સાથે તંત્ર સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવાં માંગણી કરી છે.