For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આપદ ધર્મ નિભાવતું ગુજરાત, પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાના

05:11 PM Sep 11, 2025 IST | Bhumika
આપદ ધર્મ નિભાવતું ગુજરાત  પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાના

70 ટન દવાઓ સાથેની વિશેષ ટ્રેન ગાંધીનગરથી રવાના, પંજાબ-છત્તીસગઢને પાંચ-પાંચ કરોડના સહાય ચેક પણ આપ્યા

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે.
પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રી ઓને આ અગાઉ મોકલી આપ્યા છે.

Advertisement

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ 22 વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.

મુખ્યમંત્રી એ આ વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્ય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટા બહેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની ભાઈ પટેલ, શહેર પ્રમુખ ડો. આસિત દવે તેમજ અન્ન નાગરિક પૂરવઠા અગ્ર સચિવ મોના ખંધાર, રાહત કમિશ્નર આલોક પાંડે, રેલ્વેના ડી.આર.એમ. અને રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુઈગામમાં અસરગ્રસ્તો માટે 3300 કીટ રવાના મુખ્યમંત્રી સ્થિતિનો તાગ મેળવશે
બનાસકાંઠામાં ઠેર ઠેર વરસાદી તારાજી જોવા મળી છે. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરની મુલાકાતે પહોંચ્યા છે. સરહદી સુઈગામ વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાથી અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના કરવામાં આવ્યા છે. 15 કિલોની એક એવી 3300 જેટલી કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે. આ તકે મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ તેમનો પગાર મદદ અને રાહત કાર્યો માટે આપ્યો છે. આ સિવાય બનાસડેરીના કર્મચારીઓએ પણ પગાર મદદ માટે આપ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઇગામની મુલાકાત લઇ પરિસ્થિતીનો તાગ મેળવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement