નોકરી માટે ધક્કે ચડ્યું ગુજરાત, 10 જગ્યા માટે 1500 દાવેદાર
ભરૂચની ખાનગી કંપનીમાં ભરતીનો વીડિયો વાઈરલ થયા બાદ રાજકીય ઘમાસાણ, કોંગ્રેસ ગુજરાત મોડેલ સામે સવાલો ઉઠાવતા ભાજપ અને સરકાર બચાવની સ્થિતિમાં
સરકાર એક તરફ દેશમાં બેરોજગારી દૂર થવાના અને સૌથી વધુ લોકોને રોજગારી આપ્યાના દાવા કરી રહ્યું છે. તો પછી ભરૂૂચ જિલ્લામાંથી આવેલો એક વીડિયો શું છે? આ વીડિયો રોજગારી આપ્યાના દાવાની પોલ ખોલી નાંખી છે. ભરુચની એક હોટેલેમાં યોજાયેલા એક વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી મેળવવા માટે યુવાનોએ રીતસર પડાપડી કરી હતી અને ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. આ વીડિયો વાઈરલ થતાં દેશભરમાં ગુજરાતના વિકાસમોડેલ સામે સવાલો ઉઠવા લાગ્યા ચે અને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાંથી માંડી રાહુલ ગાંધી સહિતના નેતાઓ પણ આ મુદ્દાને ઉછાળી સરકારને ઘેરવા લાગતા સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરની એક હોટલમાં ખાનગી કંપનીએ 10 જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ રાખ્યો હતો. તે વખતે નોકરીનાં ઇન્ટરવ્યુ માટે 1500થી વધુ એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબુમાં લેવુ મુશ્કેલ બન્યુ હતુ. ઈન્ટરવ્યુ માટે મોટી સંખ્યામાં યુવાનો આવવાના કારણે અરાજકતા સર્જાઈ હતી.
ઇન્ટરવ્યુ માટે પહેલા પ્રવેશવાના પ્રયાસમાં યુવાનોના ધક્કામુક્કી કરી મૂકી હતી. આ દરમિયાન ત્યાં રહેલી રેલિંગ પણ તૂટી પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે ભરૂૂચ જિલ્લા વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આને બેરોજગારી સાથે જોડ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે અંકલેશ્વરની એક હોટલમાં ખાનગી કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવેલા બેરોજગાર યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. કલ્પના કરો, જો નોકરીનો ઈન્ટરવ્યુ આપવા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે, તો નોકરી મેળવવા માટે કેટલો વધુ સંઘર્ષ કરવો પડશે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં આ ઘટના બની હતી. ત્યાં થર્મેક્સ કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીએ 10 જગ્યાઓ માટે ખાલી જગ્યા જાહેર કરી હતી, પરંતુ તેના હજારો યુવાનો ઇન્ટરવ્યુ માટે ઉમટી પડ્યા હતાં.
નોકરી માટે ધક્કા ખાતું ભારતનું ભવિષ્ય, સરકારને ઘેરતા રાહુલ
ભરૂૂચમાં નોકરીના ઈન્ટરવ્યુ દરમિયાન લોકોમાં નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. એક્સ પર વિડિયો શેર કરતા રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું, બેરોજગારીની બિમારી ભારતમાં મહામારીનું રૂૂપ ધારણ કરી ચુકી છે અને ભાજપ શાસિત રાજ્યો આ રોગનું એપીસેન્ટર બની ગયા છે.એક સામાન્ય નોકરી માટે લાઈનમાં ધક્કા ખાતું ભારતનું ભવિષ્ય જ નરેન્દ્ર મોદીના અમૃતકાલની વાસ્તવિકતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે લખ્યું હતું, આ છે ખોટા વિકાસના ગુજરાત મોડલનું સત્ય દસ-વીસ હજાર રૂૂપિયામાં અમુક ખાલી જગ્યાઓ માટે હજારોનો જમાવડો. ભાજપે પોતાની નીતિઓને કારણે દેશભરના યુવાનોને બેરોજગારીના મહાસાગરમાં ધકેલી દીધા છે. આ એવા યુવાનો છે જેઓ ભાજપ સરકારને હટાવીને તેમના ભવિષ્યનો માર્ગ મોકળો કરશે કારણ કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ આશા નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા જ ભાજપ-પ્રધાનોનો વળતો હુમલો
આ વીડિયો અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યા બાદ ગુજરાત ભાજપ રાજ્યના બળવંતસિંહ રાજપૂત ઋષિકેશ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ આ ઘટનામાં ટ્વિટ કરીને કોંગ્રેસને વળતો જવાબ આપતા લખ્યું છે કે, વોક-ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત સ્પષ્ટપણે જણાવે છે કે તેમને અનુભવી ઉમેદવારોની જરૂૂર છે. આનો અર્થ એ થાય છે કે ઇન્ટરવ્યુમાં ભાગ લેનારાઓ પહેલેથી જ અન્યત્ર નોકરી કરે છે. તેથી, આ વ્યક્તિઓ બેરોજગાર હોવાની કલ્પના પાયાવિહોણી છે. ગુજરાત વિશે નકારાત્મકતા ફેલાવવી એ કોંગ્રેસ પાસેથી શીખેલી યુક્તિ છે તે સ્પષ્ટ છે!