હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોત
પોકસો કેસની તપાસ માટે PSI સોલંકી ટીમ સાથે પંજાબ તપાસમાં નીકળ્યા હતા; સકતા ખેડા પાસે બંધ ટ્રેલર પાછળ જીપ ઘુસી ગઇ
અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી તે દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાચળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા,અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,હરિયાણા પોલીસે વધુ તપાસ હાથધરી.
હરિયાણામાં ગુજરાત પોલીસની કારને અકસ્માત નડયો છે જેમાં ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા છે,જેમાં હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે,હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી,ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે,પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.
આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે તો રામોલ પોલીસ સાંજના સમયે સરકારી કાર લઈને પોકસોના કેસમાં તપાસ માટે પંજાબ જવા માટે નીકળી હતી અને તે દરમિયાન અકસ્માત થયો હતો,કાર ટ્રેઈલરની પાછળ ઘુસી ગઈ અને ટ્રેઈલર બંધ હાલતમાં હાઈવે પર પડયું હતુ,તો ફુલ સ્પીડમાં કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા આ અક્સમાત થયો હોવાની વાત સામે આવી છે. આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.હાલમાં તમામના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર હતભાગીઓ
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત
હોમગાર્ડ રવિન્દ્ર
ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ