હોકી ચેમ્પિયનશિપમાં પુરુષ ટીમમાં આંધ્રપ્રદેશ સામે ગુજરાતનો 4-2થી પરાજય
મહિલા ટીમમાં બપોર સુધી જમ્મુ કાશ્મીર, સીઆરપીએફ અને તમિલનાડુ અને બીએસએફની ટીમે બાજી મારી, ગુજરાતની મહિલા ટીમનો પણ પરાજય
દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમનું બિરુદ મેળવવા માટે રાજકોટ પોલીસની યજમાની માં રાજકોટના બે ગ્રાઉન્ડ ઉપર 18 રાજ્યની 32 ટીમ વચ્ચે હોકીની મેચ રમાશે. ચેમ્પિયનશિપમાં ભારતભરની પોલીસ અને પેરા મીલીટરી ફોર્સની કુલ 32 ટીમો ભાગ લેશે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે 32 ટીમો વચ્ચે કુલ 56 જેટલા મેચ રમાશે હોકી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પુરુષની 8 ટીમો વચ્ચે ટક્કર થઈ હતી.
જેમાં મધ્ય પ્રદેશ અને એસેસબી, કર્ણાટક સામે પશ્ચિમ બંગાળ ,તેલંગાના સામે ઉત્તરાખંડ, ગુજરાત સામે આંધ્ર પ્રદેશની ટક્કરમાં મધ્ય પ્રદેશ અને એસએસબીમાં મધ્ય પરદેશનો 9-0 એ જયારે ગુજરાત સામે આંધ્ર પ્રદેશમાં આંધ્ર પ્રદેશનો 4-2એ વિજય થયો હતો જયરે કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સામેની મેચમાં કર્ણાટકનો 3-2 અને તેલંગાના સામે ઉત્તરાખંડની મેચમાં તેલીંગાનાએ 5-3 જીત મેળવી હતી. જયારે મહિલા હોકીની 14 ટીમો વચ્ચે સાત મેચ યોજાયા હતા જેમાં રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર વચ્ચેની મેચમાં જમ્મુ કાશ્મીરની 5-0 થી જીત થઇ હતી. જયારે સીઆરપીએફ અને ઝારખંડ વચ્ચેની મેચમાં સીઆરપીએફનો 12-0 થી વિજય થયો હતો ઉપરાંત આઈટીબીપી અને તામિલનાડુ વચ્ચેની મેચમાં તમિલનાડુની 6-0 થી જીત થઇ હતી.