જેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ મેદાને
જેતપુર પ્રદુષિત પાણી મુદે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યુ છે. જેતપુર ડીપસી પાઈપલાઈન પ્રોજેક્ટ રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજે પોરબંદરમાં શનિવારના રોજ દરીયાઈ પટ્ટીના ગામની ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ જીલ્લા કલેકટર ને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ. ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમા બે દિવસીય ખારવા સમાજની બેઠક શરૂૂ કરવામાં આવી છે. ગુજરાત ખારવા સમાજે સ્પષ્ટ ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે જો આ પ્રોજેકટ રદ નહી થાય તો ખારવા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટ દ્વારા પણ ખખડાવામાં આવશે જણાવ્યુ હતુ. ગુજરાત ખારવા સમાજે મચ્છીમાર સમાજના હિત માટે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે, સરકાર હમેંશા સાગરખેડૂનાં હિતને અને એના સર્વાગી વિકાસને લઈ ચિંતિત રહ્યાં છો તથા તેના ઉકેલ માટે હમેંશા આપે સતત પ્રયત્નો કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને ફેકટરીઓ દ્રારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમીકલ યુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્રારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમીકલ યુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રીયુઝનાં આદેશ કરવાના બદલે આ કેમીકલ વેસ્ટ રાજ્યનાં સમુદ્રમાં નાખવા પડીપ સી ડિસ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટથની પરવાનગી અપાતા રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેકટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે.
તદઉપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેટા, માણાવદર, કુતીયાણા વિસ્તારનાં ખેડૂતોની જમીનમાં નાખવામા આવનાર જમીની પાઈપ લાઈન જો ક્યાંય પણ લીકેજ થતા ખેડૂતોની જમીન પણ ઝેરી કેમીકલ યુક્ત બની બંજર બની શકે છે. ભૂતકાળમાં અમેરીકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવેલ હતો. વધુમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં જોવા મળતી વ્હેલશાર્ક, ગ્રીન સી, દરિયાઈ કાચબા, ડોલ્ફીન જેવી પવાઈલ્ડ લાઈફ પ્રોટેકશનથ હેઠળ પશેડયુઅલ-1માં આવતા આ દરિયાઈ જીવોનાં સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહી સક્રિય પણે તેનું જતન કરી રહ્યાં છે. ત્યારે આ કેમીકલ વેસ્ટ દરિયામાં ઠલવાતા આ દરિયાઈ જીવસૃષ્ટિ પણ ભૂતકાળ બની જશે. ડીપ સી ડીસ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટ તાત્કાલીક અસરથી રદ કરાવવા ગુજરાત સરકારને ખારવા સમાજની રજુઆત છે તેમ પત્રના અંતમાં જણાવ્યુ હતુ.