ફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇ
11:31 AM Sep 17, 2025 IST | Bhumika
જામનગર તાલુકાનાં ફલ્લા ગામે નવદુર્ગા ચોકમા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ આપનાં જામનગર જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ , જીલ્લાનાં આગેવાન પ્રકાશભાઇ દાંગાએ વર્તમાન ભાજપ સરકાર પર પ્રહાર કરતા ખેડુતોને તથા આમ જનતાને થતા અન્યાયની વાત ઉપસ્થીત લોકોને પોતાની જોસીલી ભાષામા જણાવી હતી લોકોને પોતાનાં હકક માટે અને વ્યવસ્થીત જીવન જીવવુ હોઇ તો ગુજરાત અને કેન્દ્રમા રહેલી ભાજપ સરકારને દુર કરવાની વાત કરી હતી આ સભામા ઇસુદાન ગઢવીએ પણ વીડીયો કોલ દ્વારા લોકોને સંબોધ્યા હતા આ સભામા વનરાજસિંહ, હનુભા જાડેજા, ભુપતસિંહ જાડેજા, શીવલાલ અઘેરા , કેતન ધમસાણીયા, હીરને ધમસાણીયા સહીતનાં આગેવાન ગામથી પધારેલા ભાઇઓ બહેનો ઉપસ્થીત રહયા હતા.
Advertisement
Advertisement