MSMEને વેગ આપવા ગુજરાત સરકારની એમેઝોન સાથે ભાગીદારી
ગુજરાત સરકારના MSME કમિશનરેટે ગુરુવારે રાજ્યમાંથી નિકાસને વેગ આપવા માટે એમેઝોન ઇન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારી દ્વારા, એમેઝોન ઇન્ડિયા અને MSME કમિશનરેટ રાજ્યમાં વ્યવસાયોને તેમની નિકાસ શરૂૂ કરવા અને વધારવા માટે વર્કશોપનું આયોજન કરશે, તાલીમ આપશે અને ટેકો આપશે.
ખઘઞ મુજબ, એમેઝોન ઇન્ડિયા ગાંધીનગરમાં નિકાસ સમુદાય - સ્થાનિક નેટવર્ક્સ સ્થાપવાની સુવિધા આપશે જે ભારતભરના નિકાસકારો વચ્ચે સતત સમર્થન અને સહયોગ પ્રદાન કરે છે. તે MSME કમિશનરેટના સભ્યોને ઈ-કોમર્સ અને નિકાસની જરૂૂરિયાતો પર તાલીમ પણ આપશે, જેઓ બદલામાં, રાજ્યભરના MSME માટે તાલીમનું સંચાલન કરશે.
MSME કમિશનર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, આપણા રાજ્યના ડિજિટલ વિકાસને વેગ આપવા અને ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયોને વધારવા અને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે આવી ભાગીદારી મહત્વપૂર્ણ છે.