ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત ટ્રેનની ભેટ: વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી બતાવી લીલીઝંડી
આજે ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા. આ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ છે અને 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. આ ટ્રેન 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડશે.
https://x.com/WesternRly/status/1971813619668340876
આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જળ શક્તિ મંત્રી પાટીલે આ ટ્રેન બે મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે.
આ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવ્યું છે એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે. બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે.