For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યા

05:06 PM May 08, 2025 IST | Bhumika
ગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યા

Advertisement

ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ પર સરકારે કડક એક્શન લીધી છે. ગુજરાત પોલીસે ઇતિહાસનું સૌથી મોટું અને પહેલુ મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધરીને 300 બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશ રવાના કરી દીધા છે. પોલીસે આ તમામને અગરતલામાં સ્પેશ્યલ એરક્રાફ્ટ દ્વારા તબક્કાવાર બાંગ્લાદેશ છોડી મુક્યા હતા. સરકારે અમેરિકન સ્ટાઇલથી ઘૂસણખોરોનો દેશ નિકાલ કર્યો છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું, જેમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 300થી વધુ શંકાસ્પદ લોકોની તપાસ કરાઇ અને તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ, જેમાં 300 ઘૂસણખોરોને ખાસ વિમાનથી બાંગ્લાદેશ રવાના કરી દેવામાં આવ્યા હતા. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન શરૂૂ થયુ હતુ. રાજ્યમાં ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એક પછી એક તબક્કાવાર આ મિશન હાથ ધરાયુ અને અંતે અગરતલામાં એરક્રાફ્ટ ઉતારીને વાહનોમાં આ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને છોડી મુકવામાં આવ્યા હતા.

Advertisement

મહત્વનું છે કે, પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એકતરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે, અને આ બાજુ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે.

ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં 6,500 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે, જેમાંથી 890 અમદાવાદના છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાનો અને ઘૂસણખોરો પર કડક કાર્યવાહી કરવાનો છે. આ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ રહ્યો છે, જ્યાં માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોનું નેટવર્ક વ્યાપક છે. ચંડોળા તળાવ પર ગેરકાયદેસર કબજો 1970-80ના દાયકામાં શરૂૂ થયો હતો, જ્યારે અહીં મોટી સંખ્યામાં સ્થળાંતરિત વસાહતો સ્થપાઈ હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીને લઇને રાજ્યમાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ તેમાં કુલ 6500 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાંથી કુલ 890 લોકો ડિટેન કરવામાં આવ્યા હતા. સુરતમાં 145 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 450 લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું હતુ. જેને લઇ કેન્દ્રીય સંસ્થા સાથે સંકલન કરીને આવે લોકોને પરત બાંગ્લાદેશ મોકલાવની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો વિઝીટર વિઝા પર આવ્યા હતા તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે,

Advertisement
Tags :
Advertisement
Advertisement