For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુુકુલ વાસનિક સોમવારે રાજકોટના પ્રવાસે

04:11 PM Oct 05, 2024 IST | Bhumika
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુુકુલ વાસનિક સોમવારે રાજકોટના પ્રવાસે
Advertisement

ગુજરાતના પ્રભારી રાજ્ય સભાના સાંસદ મુકુલ વાસનીક (જનરલ સેક્રેટરી ACCI) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે તેમાં મુકુલ વાસનીકજી તારીખ 7 ઓક્ટોબર સોમવારે સાંજે 7:15 કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે અને પ્રથમ વખત રાજકોટ શહેરની મુલાકાતે પધારી રહેલા પ્રભારી ગ્રુપ રાજકોટ સાહેબ કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સાંજે 7:30 કલાકે શહેર કોંગ્રેસ આગેવાનો તેમજ ફ્રન્ટલ સેલના ચેરમેનો સહિતના પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરશે રાત્રી રોકાણ રાજકોટમાં કરીને તારીખ :- 8 ઓકટોબર મંગળવારે રાજકોટમાં સવારે 10:00 કલાકે એરપોર્ટ રોડ છોટુનગર ની સામે મીન્ટ હોટલ ખાતે સવારે 11:00 કલાકે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર મિત્રોને સાથે સંગઠન અને આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓને સંદર્ભે પ્રભારી અને પ્રદેશ પ્રમુખ માર્ગદર્શન આપશે અને કાર્યકરો સાથે વિચારોની આપ લે કરશે. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ મોરબી તરફ રવાના થશે પ્રભારી અને પ્રમુખ સાથે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ધારાસભ્યો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement