ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મધરાત્રે સાયબર ક્રાઇમે ધરપકડ કરી
આતંકવાદીની માફક કાર્યવાહી થયાનું શક્તિસિંહ ગોહિલનું ટ્વિટ
ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ CYBER ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાની અટકળો પ્રાથમિક માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાના ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોય તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે. કેસની વધુ તપાસ સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સમગ્ર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
દરમ્યાન આ મામલે સાંસદ શકિતસિંહ ગોહિલે એક ટીવટ કરી ઘટનાને વખોડતા કહ્યુ છે કે, સાયબર ક્રાઇમની આ કાર્યવાહી જાણે કોઇ આતંકવાદીને પકડવા ગયા હોય તે પ્રકારની છે. રાજેશ સોની દ્વારા મુકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ અને જે પ્રજાની તિજોરીના પૈસા છે એ પબ્લિસિટીમાં વાપરવા જોઈએ નહીં અને રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં. જે રીતે સરકાર પબ્લિસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે.
માત્ર સેના માટે અવાજ ઉઠાવે અથવા તો એમને શ્રેય નહીં મળે એની ચિંતા વ્યક્ત કરે તો એનાથી ગુનો કેવી રીતે બને ? ગુજરાત પોલીસની જે સરકાર દ્વારા દુરુપયોગીતાથી કેસો કરાવવાની નીતિ રહી છે તેનો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ખૂબ ઉધડો લીધો હતો અને પોલીસની ભયંકર ટીકા કરી હતી. આશા રાખું છું કે પોલીસ ડહાપણ વાપરે અને રાજેશભાઈ સોની એ કોઈ આતંકવાદી નથી, એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ એ સ્પષ્ટ છે ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ.