For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

Gujarat Budget 2024-25 Live:રાજ્ય સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડ રુપિયાની કરી જોગવાઈ, 8 શહેરોને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો

11:09 AM Feb 02, 2024 IST | Bhumika
gujarat budget 2024 25 live રાજ્ય સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55 114 કરોડ રુપિયાની કરી જોગવાઈ   8 શહેરોને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો

Advertisement

ગઈકાલે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ થયા બાદ આજે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું . નાણાપ્રધાન કનુ દેસાઇ આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું બજેટ. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતાઓ છે.

Advertisement

માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 8423 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ આ એ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઈ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ, મહિલા ને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી

કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ
કૃષિ ,ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ, પાણી પુરવઠા માટે 6242 કરોડની જોગવાઈ, જળ સંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ, બંદરો અને વજન વ્યવહાર માટે 3858 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડ રુપિયા, ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ
ગુજરાતના બજેટમાં પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ મહેસુલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઈ,ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ, કલાઈમેટ ચેન્જ વિભાગ માટે 1163 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ માટે 2586 કરોડની જોગવાઈ, પ્રવાસન વિભાગ માટે 2098 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરાઇ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી.

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત
ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી.

ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

-ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

-નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

-પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

-જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

-1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

-રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો

-ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 504 કરોડ રુપિયાની જોગવાઈ
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી.

શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ
ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં પ્રધાને જણાવ્યુ કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિકસિત ગુજરાત @2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની- નાણાંમંત્રી કનુ દેસાઇ

નાણાંમંત્રી કનુ દેસાઈએ કહ્યુ કે- વિકસિત ગુજરાત @૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 250 હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનાની કરી જાહેરાત, 1250 કરોડ રુપિયાની ફાળવણી

ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ-કનુ દેસાઇ

કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે.

નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યુ ગુજરાતનું બજેટ
નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. નાણાંપ્રધાને રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યુ છે.

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી છે. તેઓ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું છે.

લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઇ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement