ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
06:25 PM Nov 08, 2025 IST | admin
Advertisement
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
Advertisement
ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.
વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર ફોર્મ ભરી શકશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે.
Advertisement
