For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ATSએ 2 જાસૂસની ધરપકડ કરી: ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈ

10:53 AM Dec 04, 2025 IST | Bhumika
ગુજરાત atsએ 2 જાસૂસની ધરપકડ કરી  ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ જાસૂસી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાકિસ્તાનના સંપર્કમાં હતા અને દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પહોંચાડતા હતા. . પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.

Advertisement

ગુજરાત એટીએસ દ્વારા દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.આરોપી એ.કે સિંહ આર્મીમાં સુબેદાર હતો. એ.કે સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો.તેની ધરપકડ ગોવામાંથી કરવામાં આવી છે. રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement