For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેસ્ટ પાર્કિંગ બિલ્ડિંગમાં જ થશે: બિલ્ડરોને બોલાવતા મ્યુનિ. કમિશનર

06:02 PM Feb 05, 2024 IST | Bhumika
ગેસ્ટ પાર્કિંગ બિલ્ડિંગમાં જ થશે  બિલ્ડરોને બોલાવતા મ્યુનિ  કમિશનર

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેમાં મુખ્યત્વે આડેધડ પાર્ક થતાં વાહનો ભાગ ભજવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનો વિરુદ્ધ સતત ઝુંબેશ શરૂ કરાઈ છે. પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ગેઈટ ઉપર લગાડવામાં આવેલા ગેસ્ટ પાર્કિંગ બહાર છેના બોર્ડ પણ આમા મોટો ભાગ ભજવી રહ્યાનું બહાર આવતા હવે કોઈપણ એપાર્ટમેન્ટમાં આવતા ગેસ્ટને પાર્કિંગ આપવાની જવાબદારી જે તે એપાર્ટમેન્ટની રહેતી હોય છે. તેમજ બાંધકામના વેસ્ટ જ્યાં ત્યાં ફેંકવામાં આવતા સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ આવતી કાલે બિલ્ડરો અને બિલ્ડીંગ એસોસીએશન સાથે ચર્ચા હાથ ધરી ગેસ્ટ પાર્કિંગ બિલ્ડીંગમાં જ કરવા અને બાંધકામ વેસ્ટ જ્યાં ત્યાં ન ફેંકવા સહિતના પ્રશ્ર્નોનું નિવારણ કરશે.

Advertisement

રાજકોટ શહેરના મોટાભાગના રહેણાકની ઈમારતોમાં બોર્ડ લગાવેલા હોય છે કે ગેસ્ટ પાર્કિંગ બહાર કરવું તેવી જ રીતે આ એપાર્ટમેન્ટના સિક્યુરીટી ગાર્ડ દ્વારા બહારથી આવતા ગેસ્ટને ફરજિયાત વાહન બહાર પાર્ક કરવાની ફરજ પાડવામાં આવે છે. જેના કારણે રોડ ઉપર વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક સમસ્યા જટીલ બની છે. આ મુદદ્દે અનેક ફરિયાદો આવતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, બિલ્ડીંગ પ્લાન મુકતી વખતે તેમાં ઉલ્લેખ કરેલ હોય છે કે બિલ્ડીંગમાં રહેતા લોકોને ત્યાં આવતા મહેમાનોનું વાહન પાર્કિંગ અંદર જ કરવાનું રહે છે. ફ્લેટનું વેચાણ થયા બાદ અનેક બિલ્ડરો ગેસ્ટ પાર્કિંગ મુદ્દે હાથ ઉંચા કરી દેતા હોય છે. અને ત્યાર બાદ એસોસીએશન દ્વારા દરેક બિલ્ડીંગની બહાર ગેસ્ટ પાર્કિંગ બહાર છેના બોર્ડ લગાવી દેવાતા હોય છે. જેના કારણે ગેસ્ટ પરેશાન થઈ રહ્યા છે અને અમુક ગેસ્ટના વાહનો ટોઈંગ થઈ જતા દંડ ભરવો પડતો હોય છે. પરંતુ કોઈપણ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ત્યાં આવતા ગેસ્ટ તેમના સગા વ્હાલા જ હોવાના કારણે તેમની પાર્કિંગની વ્યવસ્થા એપાર્ટમેન્ટની અંદર જ પાર્ક કરવાની જવાબદારી બિલ્ડરની તેમજ એસોસીએશનની રહે છે. છતાં મોટાભાગના બિલ્ડીંગમાં ગેસ્ટ પાર્કિંગ બહારના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જે ગેરકાયદેસર હોવાથી હવે બિલ્ડર એસોસીએશન સાથે ચર્ચા હાથ ધરી કોઈપણ એપાર્ટમેન્ટમાં આવતા તમામ ગેસ્ટનું પાર્કિંગ અંદર જ કરવાની સુચના આપવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવેલ કે, રાજકોટ શહેરમાં હાલ બાંધકામ વેસ્ટ માથાના દુખાવા સમાન બની ગયો છે. કોઈપણ નવાબાંધકામ તેમજ જૂના બાંધકામને તોડી પાડવામાં આવે ત્યારે તેનો વેસ્ટ ખાલી પ્લોટ તેમજ રોડ રસ્તાની સાઈડમાં ફેંકી દેવામાં આવે છે. જેના માટે મહાનગર પાલિકાએ પણ ભારે દંડની જોગવાઈ કરી છે અને મનપાએ નિયત કરેલ સ્થળ ઉપર બાંધકામ વેસ્ટ નાખવાની સુચના આપવામાં આવી છે. છતાં રાત્રીના સમયે અનેક લોકો બાંધકામ વેસ્ટ ગેરકાયદેસર રીતે ફેંકી દેતા હોવાનું બહાર આવ્યું છે. જેથી આગમી મીટીંગમાં આ બાબતે ચર્ચા કરી જો બાંધકામ વેસ્ટ નિયત કરેલ સિવાયના અન્ય સ્થળે ફેંકવામાં આવશે તો ભારે દંડની સાથો સાથ બિલ્ડર દ્વારા મુકવામાં આવેલ લેઆઉટ પ્લાન્ટ રદ કરવા સહિતના પગલા લેવામાં આવશે. અને આ અંગે મીટીંગમાં બિલ્ડરોને સુચીત કરવામાં આવશે.

Advertisement

નવા બાંધકામમાં લેઆઉટ પ્લાનમાં પાર્કિંગનો ઉલ્લેખ ફરજિયાત કરાવાશે
રાજકોટ શહેરમાં હાલ મોટાભાગના રહેણાકના બિલ્ડીંગના ત્યાં આવતા ગેસ્ટને બહાર પાર્કિંગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેવી જ રીતે ગેઈટ ઉપર ગેસ્ટ પાર્કિંગ બહાર છે. તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. આથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેમ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેસ્ટ પાર્કિંગ બિલ્ડીંગની અંદર જ કરવા માટે બિલ્ડરો તેમજ એસોસીએશન ખાતે મિટિંગનું આયોજન કર્યુ છે. અને સાથો સાથ નવા બિલ્ડીંગો માટે મુકવામાં આવતા લેઆઉટ બાંધકામ પ્લાન્ટમાં પણ ગેસ્ટ પાર્કિંગનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે તે માટે પણ તૈયારીઓ શરૂ કરી ટાઉન પ્લાનીંગ વિભાગ પાસેથી વિગત માંગવામાં આવી છે. અને ટુંક સમયમાં તેની અમલવારી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement