For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PDM રેલવે અંડરબ્રિજને જીયુડીએમ વિભાગની સૈધ્ધાંતિક મંજૂરી

03:38 PM Nov 04, 2025 IST | admin
pdm રેલવે અંડરબ્રિજને જીયુડીએમ વિભાગની સૈધ્ધાંતિક મંજૂરી

50 કરોડના ખર્ચે શહેરનો સૌથી લાંબો 700 મીટરનો અંડરબ્રિજ તૈયાર થશે

Advertisement

ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધીના અંતરમાં અંદાજે 50થી વધુ મિલકતો કપાશે, સર્વેની કામગીરી પૂર્ણ

શહેરની મધ્યમાં આવતી રેલવે ફાટકો ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ફાટક મુકત શહેર અભ્યાન અંતર્ગત રેલવે વિભાગે નવો અભિગમ અપનાવી તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત મહાનગર પાલિકાએ ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા પીડેએમ રેલવે ફાટકે અંડરબ્રિજ બનાવવાની તૈયારીઓ મોટેભાગે પૂર્ણ કરી લીધી છે. ગત વર્ષે રાજ્ય સરકારે અંડરબ્રિજ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતારમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ અંડરબ્રિજ ઝડપથી બનશે તેવી જાહેરાત કરેલ તૈયારે રેલવે અંડરબ્રિજને જીયુડીએમ વિભાગે સૈધાંતિક મંજૂરી આપી હોવાનુ જાણવા મળેલ છે. જેના લીધે અંદાજે ઢેબર રોડ ઉપર 50થી વધુ મિલકતોનું નાનુ મોટુ કપાત થશે તેમ ટીપી વિભાગના સૂત્રોએ જણાવેલ છે.

Advertisement

પીડીએમ ફાટકે અંડરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવ્યા બાદ મહાનગરપાલિકાએ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સર્વે કરવા માટે ક્ધસલટન્ટની નિમણુક કરી હતી અને સર્વે કામગીરી થોડા સમય પહેલા પૂર્ણ થઇ ગયેલ છે.ફાટકની બંને બાજુ આવતા મુખ્ય માર્ગો પૈકી ઢેબર રોડ પર આવતી મિલકતોને એલઓપી હેઠળ જાહેર કરવામાં આવી છે. ફાટક મુકત શહેર અંતર્ગત રેલવે વિભાગે પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. જીયુડીએમ વિભાગની મંજૂરી અને સરકારની મંજૂરી અંગેનો પરિપત્ર રેલવે વિભાગને રજૂ કરી મહાનગરપાલિકાના અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં રેલવે વિભાગે તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને 700 મીટર લંબાઇનો અંડરબ્રિજ તૈયાર કરવામાં આવશે. કારણકે ઢેબર રોડ અને ગોંડલ રોડ ઉપર આ ફાટકનો ઉપયોગ એસટી વિભાગની તમામ બસ તેમજ અન્ય મોટા વાહનો કરવાના હોય સૌથી મોટો બ્રિજ બનાવાશે તેમ બાંધકામ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

ગોંડલ રોડ ઉપર આવેલ પીડએમ ફાટકે ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવવા માટે 2 વર્ષ પહેલા મનપાએ તૈયારી કરી હતી. ત્યાર બાદ સરકારમાંથી મંજૂરી અને ગ્રાન્ટ આવતા ક્ધસલટન્ટની નિમણુંક કરવામાં આવી હતી. જેમના દ્વારા પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરી એલઓપી હેઠળ આવતી તમામ કપાતની મિલકતનો સર્વે હાથ ધર્યો હતો. ટીપી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ હોય ફકત ઢેબર રોડ ઉપર ઢેબર કોલોનીથી ગોપાલ નગર શેરી નં.1 સુધીમાં બ્રિજ માટે અમૂક મિલકતનો અમૂક ભાગ કપાતમાં આવી શકે તેમ છે.

તેવી જ રીતે ગોંડલ રોડ ઉપર પણ અમૂક મિલકતો કપાતમાં આવે તેવી શકયતા જોવા રહી છે. સરકારની મંજૂરી બાદ ઢેબર રોડને લાઇનઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવ્યુ છે. જેના લીધે 50થી વધુ મિલકતોને કપાત અંગેની નોટીસ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવી જ રીતે બ્રિજના ખર્ચનું એસ્ટીમેન્ટ તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. હાલ પ્રાથમિક તબકે તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. છતાં મિલકત કપાત સહિતના મુદ્દાઓ બાકી હોય સભંવત અંડરબ્રિજનુ કામ શરૂ થવામાં એક વર્ષનો સમય લાગી શકે તેમ છે.

ફાટક મુકત ગુજરાત અંતર્ગત રેલવે વિભાગ ખર્ચમાં ભાગ આપશે

રેલવે વિભાગ દ્વારા ફાટક મુકત ગુજરાત અંતર્ગત પ્રથમ તબકે મોટા શહેરોમાં આવેલ ફાટકો હટાવી અંડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના પીડીએમ ફાટકના સ્થાને ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવવાની કામગીરી મહાનગરપાલિકાએ હાથ ધરી છે. રાજ્ય સરકારે અંડરબ્રિજ માટે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. છતાં બ્રિજનું કામ શરૂ થવામાં હજૂ સમય લાગે તેમ હોવાથી ખર્ચ વધી જવાની શકયતા જોવા રહી છે. હાલ નિયમ મુજબ સરકાર 50 ટકા ખર્ચ આપશે ત્યારે ફાટક મુકત ગુજરાત અંતર્ગત રેલવે વિભાગ દ્વારા પણ અમૂક ટકા બ્રિજનો ખર્ચ આપવાની સહમતી દર્શાવી છે. તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement