GST સ્લેબના બદલાવથી આર્થિક પરિવર્તન આવશે: નિષ્ણાંતો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CGST રાજકોટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે "GST માં આવેલ સુધારાઓ" (GST 2.0 : Next Gen GST Reforms) અંગે માર્ગદર્શક સેમીનારનું તા.19-09-2025 ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં CGST રાજકોટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર નંગસ નાથાભાઈ તથા સુપ્રિન્ટેડેન્ટ ધર્મેશભાઈ કોઠારી ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપેલ તેમજ આ સેમીનારમાં બહોળી સંખ્યામાં શ્રોતાગણો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવેલ કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વતંત્રપર્વના દિવસે GST માં મોટા બદલાવની જાહેરાત કરી હતી. ત્યારે ગત તા.03-09-2025 ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીની અધ્યક્ષતામાં 56મી GST કાઉન્સીલની મિટીંગ મળેલ હતી. જેમાં GST દરોને માત્ર પક્ષ અને 18% ના બે સ્લેબ કરવાના "Next Generation GST Reforms" તરીકેનો મહત્વનો નિર્ણય લીધેલ અને તેમાં ઘણી બધી રાહત આપેલ છે. તે ખરેખર આવકારદાયક છે. ત્યારે ત્યારે GST માં થયેલા ફેરફારોને સમજવા અને તેનું કઈ રીતે અમલીકરણ કરી શકાય તે તે માટે આ અવરનેશ સેમીનારનું આયોજન કરેલ છે.
તેમજ રાજકોટ ચેમ્બર અવાર-નવાર વિવિધ સેકટરને લગતા નિ:શુલ્ક સેમીનારો યોજે છે તો તેનો લાભ લેવા અનુરોધ કરેલ. CGST રાજકોટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર નંગસ નાથાભાઈએ જણાવેલ કે, GST કાઉન્સીલ દ્વારા ૠજઝના દરોમાં જે ફેરફારો કરેલ છે તેનું એમલીકરણ આગામી તા. 22 સપ્ટેમ્બર 2025 થી થનાર છે. ત્યારે તેમાં વિવિધ પરીપત્રો જાહેર કરવામાં આવ્યો છે અને હજુ પણ નવા પરીપત્રો પણ આવશે. ખાસ કરીને પત્ર અને 18% ના સ્લેબમાં સમાવેશ થતી વિવિધ આઈટમો અંગે માહિતી આપતા સામાન્ય નાગરીક, ઉદ્યોગો, કૃષિ અને ખેડુતો, આરોગ્ય વિગેરે ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયેલ છે. તેમજ ઘણી ચીજ-વસ્તુઓને GST માંથી મુક્તિ આપેલ છે.
આમ વિવિધ સેકટરોને થયેલ ફાયદાઓ અંગે પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા તેઓએ માહિતી આપેલ હતી અને વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો CGST ઓફિસનો સંપર્ક કરવા જણાવેલ. ત્યાર બાદ શ્રોતાગણો દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે અધિકારઓ દ્વારા યોગ્ય પ્રત્યુતર આપી નિરાકરણ લાવવા પ્રયાસ કરેલ. સમગ્ર સેમીનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમજ ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ ઉપસ્થિત અધિકારીઓ અને વેપાર-ઉદ્યોગકારમિત્રોનો આભાર વ્યકત કરી GST અંગે અથવા બીજા કોઈપણ સેકટરને લગતા પશ્નો-સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા અનુરોધ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.