For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : દસ્તાવેજો જપ્ત

11:41 AM Jan 31, 2025 IST | Bhumika
મોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા   દસ્તાવેજો જપ્ત

માર્ચ મહિનો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મોરબીના અલગ અલગ ઉદ્યોગોમાં એસ જીએસટી ની ટીમ દ્વારા અચાનક ચેકિંગ અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.તાજેતરમાં કોલસાના વેપારીઓને ત્યાં તપાસ થયા બાદ આજે અચાનક વહેલી સવારે એસજીએસટીની અલગ અલગ ટીમ ત્રાટકી હતી અને મોરબીના લાલપર પાસે આવેલા સિરામિક એમ્પાયર નામના સિરામિક પ્રોડક્ટના શો રૂૂમ તેમજ ખોખરા ધામ નજીક આવેલી આઇકોલેક્સ નામની સિરામિક ફેકટરીમાં તપાસ કામગીરી હાથ ધરી હતી. આ તપાસ કામગીરી દરમિયાન બન્ને સ્થળ પર જીએસટીની ટીમ દ્વારા સેલ્સ પરચેઝ બીલ, સ્ટોક રજીસ્ટર તેમજ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટની ઝીણવટભરી તપાસ કરી હતી.

Advertisement

સિરામિક ફેકટરી અને શો રૂૂમમાં પડેલા દરોડાની જાણ થતા તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો અને વેપારીઓના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. હાલ આ બન્ને સ્થળની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વ્યવહાર સામે આવ્યા છે કે નહી? કેટલી જીએસટી ચોરી પકડાઈ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. જો કે તપાસ પૂર્ણ થયા બાદ મોટી કર ચોરીનો ભેદ ઉકેલાય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. હાલ માત્ર બન્ને સ્થળેથી હિસાબ કિતાબને લગતા લેખિત રજીસ્ટર અને ડીઝીટલ સાહિત્ય કબજે કર્યું હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે જીએસટીની ટીમ દ્વારા અગાઉ પણ સિરામિક એમ્પાયરમાં જીએસટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement