રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં કોલસાનો વેપાર કરતા પાંચ વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

11:29 AM Jul 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા ફોટો સ્ટુડિયોમાં જીએસટી વિભાગના દરોડા પાડયા હતા ત્યારે આજે ફરી એક વખત જીએસટી વિભાગ દ્વારા કોલસાના વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે જેના કારણે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોરબી શહેર ઉદ્યોગ સાથે સંકળાયેલ શહેર છે મોરબીમાં સિરામિક,પેપર મીલ જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિઓને પડ્યા પર પાટું પડી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે હમણાં કેન્દ્રમા જે બજેટ રજૂ કરવામાં આવ્યુ તેમા મોરબીના કોઈ પણ ઉદ્યોગને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી જેના કારણે હાલ મોરબીના ઉદ્યોગોમાં મંદિનો માહોલ છવાઈ ગયો છે તેવા સમયે મોરબીમાં પાંચ કોલસાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા ગઈ કાલના સવારથી રેઇડ શરૂૂ કરી હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે. થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગ દ્વારા ત્રણ સ્ટુડિયોમાં રેઇડ કરવામાં આવી હતી.ત્યારબાદ ફરી એક વખત મોરબીના પાંચ કોલસાના વેપારીઓ જેમાં શ્યામ, શિવમ, શિવાય, ક્રિસ્ટલ, મરર્ક્યુના સહિતના કોલસાના વેપારીઓને ત્યાં રેઇડ પડી હોવાની સુત્રો માહિતી આપી રહ્યા છે.ત્યારે કોલસાના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. એક તો છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગોમાં મંદીનો માહોલ છે અને તેવા સમયે રેઇડ પડતા ટેકસ ચોરી કરતા વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.જોકે હજુ આ રેડ બાબતે હજુ વધુ માહિતી મેળવાઈ રહી છે.

Tags :
GST raidgujaratgujarat newsmorbi
Advertisement
Next Article
Advertisement