મોરબીની ત્રણ સિરામિક કંપનીમાં GSTના દરોડા
11:50 AM Feb 16, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
- હિસાબી સાહિત્યની ક્રોસ ચકાસણી
માર્ચ મહિનો નજીક આવતા જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગ દ્વારા સર્ચ, સર્વે અને દરોડાનો દૌર શરુ કરાયો છે જે અન્વયે આજે સવારથી મોરબીની ત્રણ અલગ અલગ સીરામીક ફેકટરીઓમાં રાજકોટ જીએસટી ટીમોએ દરોડા શરૂ કરી હિસાબી સાહિત્ય ચકાસવાનું શરૂ કરતા સીરામીક લોબીમાં ફફડાટ મચી ગયો છેે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારથી મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સેઝ સીરામીક, લખધીરપૂર રોડ ઉપર આવેલ શુભ સીરામીક ફેક્ટરી અને વાંકાનેરના લાકડાધાર રોડ ઉપર આવેલ સનકોર સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂૂ કરી હિસાબી સાહિત્યની ક્રોસ ચકાસણી શરૂ કરતા અન્ય સીરામીક એકમોમાં ફફડાટ મચી ગયો છેે.
Next Article
Advertisement