For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GSTએ એક સાથે 3 વર્ષની આપેલી નોટિસો રદ કરવા આદેશ

12:40 PM Nov 13, 2024 IST | Bhumika
gstએ એક સાથે 3 વર્ષની આપેલી નોટિસો રદ કરવા આદેશ
Advertisement

અધિકારીઓની મનમાનીને બ્રેક મારતો કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો

જીએસટી એસેસમેન્ટની કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા એક સાથે પાછલા ત્રણ વર્ષની વેપારીઓને નોટિસ આપી દેવામાં આવી હતી. નિયમ પ્રમાણે એક સાથે છેલ્લા ત્રણ વર્ષની નોટિસ આપી શકાય નહીં તેમ છતાં અધિકારીઓ દ્વારા મનમાની રીતે કરવામાં આવેલી કાર્યવાહી સામે કર્ણાટક હાઇકોર્ટમાં વેપારીને રીટ પીટીશન કરી હતી. તેમાં એક સાથે આપવામાં આવેલી નોટિસ રદ કરવાનો આદેશ કર્ણાટક હાઇકોર્ટે કર્યો છે.
ગુજરાતના જીએસટી અધિકારીઓએ પણ આજ પ્રમાણે એક સાથે વેપારીઓને છેલ્લા ત્રણ વર્ષની નોટિસ ફટકારી હતી. હજ્જારોની સંખ્યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટિસ મુદે વિવાદ પણ સર્જાયો હતો. કારણ કે એસેમેન્ટના વર્ષ પ્રમાણે તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. તે સમયગાળામાં જ નોટિસ આપી દેવાની હોય છે. પરંતુ અધિકારીઓની આળસને કારણે સમયમર્યાદા પૂર્ણ થવાના એકાદ બે દિવસ બાકી હતા ત્યારે એક સાથે પાછલા ત્રણ વર્ષની નોટિસ ફટકારી હતી. આ મુદે ચીમની હિલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. તેમાં કર્ણાટક હાઇકોર્ટે એક સાથે આપવામાં આવેલી નોટિસ રદ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ કરતાની સાથે જ હજ્જારોની સંખ્યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટિસ રદ થતા હાશકારો થયો છે.

Advertisement

તેમાં પણ ખાસ કરીને સુરતના વેપારીઓને ગુજરાત જીએસટીના અધિકારીઓની સાથે સાથે મુંબઇના જીએસટી અધિકારીઓએ પણ નોટિસ ફટકારી હતી. હવે કર્ણાટક હાઇકોર્ટે નોટિસ રદ કરવાનો આદેશ કરતા વેપારીઓએ નોટિસના જવાબ આપવામાંથી રાહત થવાની છે. જોકે અધિકારીઓએ સમય મર્યાદામાં કામગીરી પુરી કરી નહીં હોવાના લીધે જ આ સમસ્યા ઉભી થઇ હોવાની જે તે સમયે વ્યાપક ફરીયાદ ઉઠી હતી. જોકે કર્ણાટક હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ અધિકારીઓએ દાખવેલી આળસ બદલે કેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવુ રહ્યુ.

જીએસટી તંત્રની મનમાનીથી વેપારીઓ પરેશાન, સરકાર મૌન
જીએસટી તંત્ર દ્વારા નોટીસ આપવાની મુદતના અંતિમ બે-ત્રણ દિવસમાં જ નોટીસો ઇસ્યુ કરવાની કાર્યપધ્ધતીના કારણે વેપારી વર્ગમાં પણ ભારે નારાજગી પ્રવર્તતી હતી. લાંબા સમયથી આ અંગે સરકાર સમક્ષ ફરીયાદો પણ કરવામાં આવી રહી છે. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી ત્યાં કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો વેપારીઓને રાહત આપનારો છે. એક સાથે ત્રણ ત્રણ વર્ષના એસેસમેન્ટની નોટીસો કાઢીને જીએસટી તંત્ર દ્વારા રીતસર બાબુશાહી ચલાવવામાં આવી રહી છે. પરંતુ સરકાર કક્ષાએ આ અંગે કોઇ નિરાકરણ લાવવામાં આવ્યુ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement