ફટાકડાના 69 ઉત્પાદકો પર GST ત્રાટકયું, 20 કરોડની ચોરી ઝડપાઇ
ફટાકડા પર 2017થી 18 ટકા GST વસુલવામાં આવે છે
ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ નવમી ઓક્ટોબરે ગુજરાતમાં ફટાકડાંના વેપારીઓ પર પાડેલા દરોડામાં રૂા.4.33 કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી હતી. તેમ જ રૂા.16 કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જવાબદારી ઊભી કરી હતી. આમ ફટાકડાંના વેપારમાં કુલ 4.33 કરોડની જીએસટીની ચોરી પકડાઈ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જમા કરાવવાની 16 કરોડ જવાબદારી ઊભી કરી હતી.
ગુજરાતના અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠાં, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં આવેલા 37 જેટલા સ્થળે ચાલતા ફટાકડાંના ધંધાના 69 એકમો પર તપાસ ચાલુ કરી હતી. આ સ્થળોએ બહુધા બિવ વિનાનો વેપાર થતો હોવાનું જોવા મળ્યું હતું. તેમ જ ફટાકડાંની ખરીદીનો હિસાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જ નહોતો. કરદાતાઓ દ્વારા બિલ વિનાની ખરીદી અને બિલ વિનાના વેચાણના માધ્યમથી જીએસટીનો ચોરી કરવામાં આવતી હતી.
ફટાકડા પર 2017ની સાલથી જ 18 ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. ફટાકડાંના વેપારીઓ વાસ્તવિક વેચાણ કરતાં ઓછું વેચાણ દર્શાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વેરાની ચોરીનો અંદાજિત આંકડો રૂા. 4.33 કરોડની આસપાસનો હોવાનું બહાર આવ્યું હતું.
બીજીતરફ બિલ વિનાનો વેપાર કરીને જીએસટી ભરવાની ટાલવામાં આવી રહેલી જવાબદારીના રૂા.16 કરોડ પણ પકડી પાડીને વેપારીઓ પાસે તેની વસૂલી કરવાની જવાબદારી ઊભી કરી દેવામાં આવી રહી છે.