For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ટ્રાફિક નિયમ તોડતા GST વાહનચાલકો દંડાયા

11:51 AM Aug 01, 2025 IST | Bhumika
મોરબીમાં ટ્રાફિક નિયમ તોડતા gst વાહનચાલકો દંડાયા

મોરબી જિલ્લા પોલીસે પાંચ દિવસ ટ્રાફિક ડ્રાઇવ ગોઠવી 968 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં રોંગ સાઈડ/ ઓવર સ્પીડવાળા 55, નડતરરૂૂપ પાર્ક કરેલા 56, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 10, બ્લેક ફિલ્મ લગાવેલ 167, નંબર પ્લેટ નિયમ ભંગના 241, ચાલુ વાહને ફોનના 115, સીટ બેલ્ટ 166, તાલપત્રી ન ઢાંકેલ 48 વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. સાથે 110 વાહનો ડિટેઈન કરાયા છે.

Advertisement

મોરબી જિલ્લામાં તા.રપથી 29 સુધી સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રોંગ સાઈડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂૂધ્ધ ઇગજ કલમ-281 મુજબ કુલ-પપ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા.

અડચણ રૂૂપ પાર્ક કરેલ વાહનો વિરૂૂધ્ધ ઇગજ કલમ-285 મુજબ કુલ-56 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. નશો કરી વાહન ચલાવતા વાહન ચાલક વિરૂૂધ્ધ એમ.વી.એક્ટ-185 મુજબ ના કુલ 10 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. વાહન ચેકિંગ ડ્રાઈવ દરમ્યાન એમ.વી.એકટ 207 મુજબના 990 વાહન ડીટેઇન કરવામાં આવેલ હતા. બ્લેક ફીલ્મ લગાવેલ 167 કાર ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી.HSRP નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટવાળા ર41 વાહન ચાલકો સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરનાર 115 ચાલકોને કુલ-11પ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. શીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર 166 વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી.
વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે 48 કેસો કરવામાં આવેલ હતા. આ વાહન ચેકિંગ ડ્રાઈવ દરમ્યાન કુલ-રૂૂ.592400/- દંડ વસુલ કરવામાં આવેલ હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement