For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડા

12:11 PM Dec 13, 2024 IST | Bhumika
નંદનવન સોસાયટીમાં કપડાના શો રૂમમાં gst વિભાગના દરોડા
Advertisement

જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ શહેરના રણજીત સાગર રોડ પર આવેલ જી જે 5 નામનાં તૈયાર કપડા ના શો રૂૂમ માં કે જયા ખાસ કરીને લગ્ન સમારોહ માટે ના કપડાનું વેંચાણ થાય છે. અને કપડા ભાડે આપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, આ કાર્યવાહી મોડે સુધી ચાલુ રહેવા પામી હતી. હાલ લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે અહીં લોકોની પણ વધુ અવરજવર હતી, અને વેપારમાં અસર જોવા મળી હતી.

જોકે મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યા પછી ટીમ પરત ફરી હતી. સમગ્ર ગુજરાત ભર માં જી જે 5 ના શોરૂૂમ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના ભાગરૂૂપે જામનગરમાં પણ કાર્યવાહી થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement